Abtak Media Google News

પીએમજેએવાય યોજના અંતર્ગત ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને પગલે જી.એન.એ.ની દરખાસ્તને સરકારે સ્વીકારી

આરોગ્યમંત્રી અને પીએમજેએવાય ટીમ સાથેની બેઠક બાદ તબીબોએ હડતાળ સમેટી

ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોક્ટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા સરકારની ઙખઉંઅઢ યોજના હેઠળ ડાયાલિસિસ સારવારના ચુકવાતા દરમાં તાજેતરમાં જાહેર કરાયેલા ઘટાડાના વિરોધમાં રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ અને ઙખઉંઅઢ યોજના સાથે સંકળાયેલા તમામ બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરો આંદોલન ચલાવી રહ્યા હતા. જે અંતર્ગત તા.21 ઓગષ્ટના રોજ નેફ્રોલોજીસ્ટ તબીબોનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને મળી તેમની સમસ્યાનો ચિતાર આપ્યો હતો. જે સંદર્ભે આજ તા.22 ઓગષ્ટના રોજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ, આરોગ્ય કમિશ્નર શાહમીના હુસેન સહિતના અધિકારીઓ સાથે મંત્રણાના અંતે બન્ને પક્ષે સમાધાનકારી નિર્ણય પર પહોંચતા, ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.) દ્વારા ચલાવાતા આંદોલનનો સુખદ અંત જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતા ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.) જણાવે છે કે ગત સપ્તાહમાં તબીબો ભાજપના વિવિધ હોદેદારો, મંત્રીઓ અને ધારાસભ્યોને મળ્યા બાદ, તા.21 ઓગષ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રીનો સમય માંગી ગાંધીનગર ખાતે તેમને મળવા ગયા હતા. જયાં તબીબોએ  મુખ્યમંત્રીને આખો પ્રશ્ર્ન સવિસ્તાર સમજાવી તેની અસરો અને તેના દ્વારા કિડની ફેઇલ્ચર જેવી ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની સારવારમાં નેફ્રોલોજીસ્ટ તબીબો અને બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટરો કેવી રીતે જીવનરક્ષક કાર્ય કરે છે, તે અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી પણ આ પ્રશ્ર્નને ગંભીરતાથી સમજીને તાત્કાલિક રીતે તેના ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી.

આ મુલાકાતના અનુસંધાને તા.22 ઓગષ્ટને મંગળવારના રોજ ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના હોદેદારોના પ્રતિનિધિ મંડળને રાજયના આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ, આરોગ્ય કમિશ્નર શાહમીના હુસેન, આઇ.કે.ડી.આર.સી ના ડાયરેકટર ડો.વિનિત મિશ્રા, ઙખઉંઅઢ યોજનાના અધિકારીઓમાં ડો. સુરેન્દ્ર જૈન અને ડો. શૈલેષ આનંદ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા યોજવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષની રજૂઆતો અને પ્રશ્ર્નોની વિચારણાઓના અંતે બન્ને પક્ષને માન્ય શરતો ઉપર સમાધાનકારી નિર્ણય લેવાયો હતો. જે આગામી સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. આ મંત્રણાના સુખદ સમાધાન બાદ, આંદોલન કરતા જી.એન.એ.ના તબીબો દ્વારા તેમનું આંદોલન સમેટી લેવાની જાહેરાત અખબારી યાદીના માધ્યમથી કરવામાં આવી છે. આ આંદોલનના સુખદ અંત સાથે આંદોલન કરતા રાજ્યના તમામ તબીબો, ટ્રસ્ટ-કોર્પોરેટ-પ્રાઇવેટ હોસ્પિટલો, બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરો અને કિડનીની બિમારીથી પિડાતા દર્દીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ તેમજ તમામ રાજકીય આગેવાનો અને તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.