Abtak Media Google News
25 ઓકટોબરે રાજય સરકારે રજા જાહેર કરી 12 નવેમ્બરે બીજા શનિવારે કચેરી ચાલુ રખાશે

અબતક, રાજકોટ

આજે ધનતેરસ સાથે દિવાળીના પાંચ દિવસીય પર્વનો શુભારંભ થઇ ગયો છે આ વર્ષે મંગળવારે પડતર દિવસ હોવાના કારણે દિવાળી બાદ એક દિવસનો ધોકો રહેશે અને બીજા દિવસે નુતન વર્ષની ઉજવણી કરવામાં આવશે દરમિયાન રાજય સરકાર દ્વારા રપમી ઓકટોબરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી કચેરીઓમાં આજથી પાંચ દિવસનું દિવાળી વેકેશન પડી ગયું છે.

સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં દિવાળી, નુતન વર્ષ  અને ભાઇબીજ એમ ત્રણ દિવસની રજા રહેલી હોય છે. આ વર્ષ ચોથા શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે કર્મચારીઓને પાંચ દિવસની રજા મળશે રાજય સરકાર દ્વારા દિવાળી બાદ રપમી ઓકટોબરના રોજ સરકારી કચેરી  ઉપરાંત પંચાયત વિભાગ, રાજય સરકારના બોર્ડ નિગમ અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓને આજથી પાંચ દિવસ સળંગ દિવાળીના પર્વની રજા મળશે રપમીએ રજા જાહેર કરાય છે તેના બદલે કચેરીઓ 1રમી નવેમ્બરના રોજ બીજા શનિવારે ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.