Abtak Media Google News

ડ્રેસ મટીરીયલ્સ, ચોલી, સાડી, ફૂટવેર, જ્વેલરી ખરીદવા બજારમાં તો બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા પાર્લરોમાં ઉમટી રહ્યા છે લોકો

આંગણે જયારે આવે અવસર રૂડો અને અપાવે તે વ્યકિતને એક અનોખું વ્યકિતત્વ જેમાં મેક ઓવર, ડ્રેસીંગ, મેચીંગ અને થીમ બની જાય એક ખાસ આકર્ષણ તે આ લગ્ન ત્યારે આ લગ્નસરાની સીઝનમાં સ્થાનીક બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. જવેલરી, ચપ્પલથી માંડીને પાર્લરો સુધી દરેક જગ્યાએ લોકોનો ધસારો જોવા મળે છે.

શહેરના નામાંકીત બ્યૂટી પાર્લર, સલૂન, ફૂટવેરના શોરૂ, જ્વેલરીના શો રૂમ તેમજ સ્કીનના સ્પેશિયાલીસ્ટ બીબોને ત્યાં પણ બુકિંગ થવા લાગ્યા છે. બ્યૂટી પાર્લરમાં નિખાર માટે દૂલ્હનોની સાથે વરરાજા પણ બુકીંગ કરાવી રહ્યા છે.

મેરેજમાં ટ્રેડિશ્નલ જયારે રિસેપ્શનમાં વેસ્ટર્ન લુક વધુ ઉઠી આવે છે: જયોતિ પટેલ

Vlcsnap 2019 11 29 12H27M46S61

અબતક, મીડીયા સાથેની વાતચીત દરમ્યાન મેગા પાર્લરના માલીક જયોતિ પટેલે જણાવ્યું હતું કે તેમના સલુનની સ્પેશ્યાલીટી બ્રાઇડલ વર્ક છે. લગ્નની સીઝનમાં તેમના પાર્લરમાં વધારે ભીડ જોવા મળે છે. પ્રસંગ જેવો માહોલ તેમના સલુનમાં જોવા મળે છે. બ્રાઇડને તૈયાર કરવા માટે તે ઉત્સાહીત હોય છે કે કંઇક નવું આપવું, બ્રાઇડલની ચાર દિવસ અગાઉ પ્રી-ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેમાં સ્ક્રીન ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટ, બોડી ટ્રીટમેન્ટ આ બધી હોય છે.

ફેકશન પ્રમાણે ડ્રેસીંગ હોય તો લુક સારો લાગે છે મંડપ ફેકશન માટે સોફટ લુક, ડાંડીયા ફેકશન કે મેરેજ ફેકશન માટે ટ્રેડીશ્નલ લુક, રિસેપ્શન માટે વેસ્ટર્ન લુક અને વેસ્ટર્ન ડ્રેસીસ હોય તો બ્રાઇડનો લુક વધારે ઊઠી આવે છે. શિયાળાની ઋતુ છે તો મોઇસ્ચર બેઇઝ મેકઅપ વાપરવો જરુરી છે

ત્યારે ડ્રાયનેસના પ્રોબ્લેમ રહે છે. ઉનાળાની ઋતુમાં તેમના દ્વારા વોટર પ્રુફ મેકઅપનો સહારો લેવામાં આવે છે. બ્રાઇડલની વિદાય થઇ જાય ત્યાં સુધી મેકઅપ એમ જ રહે છે. બ્રાઇડ સિવાયના ભાભી, મમ્મી હોય તો તેમની ઉમર પ્રમાણે તેમજ તેમની ડીમાન્ડ પ્રમાણે લુક આપવામાં આવે છે. ગ્રાહકોની ચોઇસ પ્રમાણે તેમના દ્વારા કામ કરવામાં આવે છે.

મેગા પાર્લરમાં ગ્રાહક પોતાના બજેટમાં તૈયાર થાય છે: સોનલ પટેલ

Vlcsnap 2019 11 29 12H27M08S205

અબતક મીડીયા સાથેની વાતચીત દરમ્યાન મેગા પાર્લરના માલીક સોનલ પટેલે જણાવ્યું હતું કે તેમનું સલુન અગિયાર વર્ષથી છે અને બ્રાઇટલ વર્ક વધુ જોવા મળે છે. લુક અને ફેસને ઘ્યાનમાં રાખીને તેમના ગ્રાહકોને તૈયાર કરવામાં આવે છે. કસ્ટમરની ચોઇસ પ્રમાણે કામગીરી તેમના દ્વારા કરી આપવામાં આવે છે. જેનાથી તેમની બ્રાઇડ ખુશ થઇને જાય છે. અને ગ્રાહકોમાં સંતોષ જોવા મળે છે. મેકઅપ અને હેર માટે જાણકારી હોવી જરુરી છે. જો જાણકારી ના હોય તો સાઇડ એફેકટ થઇ શકે છે. મેકઅપ રિમુવ કરતી વખતે કલીન્ઝીંગ મિલ્ક કે ઓઇલથી મેકઅપ રિમુવ કર્યા બાદ ફેસવોશ કરવું જોઇએ. સાઇડ ઇફેકટનો પ્રોબ્લેમ તેમને થતાં જ નથી. કારણ કે એડવાન્સમાં પ્રોબ્લેમ  સુલ્વ થઇ જાય છે. તેમના દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે કે ઘણાં લોકોને તેમના સલુનમાં તૈયાર થવું હોય છે પરંતુ ઘણા ગ્રાહકોના બજેટમાં બ્રાઇડને તૈયાર કરી આપે છે ઘણા લોકો વધારે ગરીબ હોય તે લોકોને મફતમાં તૈયાર કરી આપવામાં આવે છે.

ઓઇલી સ્ક્રીન ધરાવતા લોકોમાં ખીલનું પ્રમાણ વધુ: ડો. જનક ઠકકર

અબતક મિડીયા સાથેની વાતચીત દરમ્યાન ડોકટર જનક ઠકકરએ જણાવ્યું હતું કે ૧૯૮૪થી તેઓ રાજકોટમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ તરીકે તેઓ પ્રેકટીસ કરે છે. સૌરાષ્ટ્રમાં જયારે સ્ક્રીન વિશે કોઇ અવેરનેશ નથી ત્યારથી તેઓ કાર્ય કરે છે. ઓરના સ્કીન લેઝર સેન્દ્રલ  છેલ્લા સાત વર્ષથી તેમણે શરુ કયુૃ છે. તેર ચૌો વર્ષથી શરુ કરીને ચોવીસ-પચીસ વર્ષ સુધીની ઉમર વાળા યુવાનોને ખીલ મોટા પ્રમાણમાં થતા જોવા મળે છે. કુલ વસ્તીના લગભગ ૮૦ ટકા લોકોને તેમના જીવનકાળ દરમ્યાન કયારેય તો ખીલ થતાં જ હોય છે. હોરમોન્સના કારણે ખીલ ખાય છે. હોરમોન્સની અનિયમિતતાના કારણે લોકોમાં ખીલ જોવા મળે છે. લોકોની એવી માન્યતા છે કે છોકરીઓમાં ખીલનું પ્રમાણ વધારે જોવા મળે છે. પરંતુ છોકરીઓ કરતા છોકરાઓમાં ખીલનું ઓઇલી સ્કીન હોય તેમને ખીલ વધુ થાય છે. અને ડ્રાય સ્કીન હોય તેમને ખીલ ઓછા થાય છે. ચહેરો, ખભા, પીઠનો ભાગ હાથમાંજ  કોણી સુધીનો ભાગ છાતી ઉપર આ બધા ભાગમાં ખીલનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઓઇલ સ્કીન, હોરમોનસ અને કયારેય દવા અને વાતાવરણના ફેરફાર ને કારણે ખીલ થતાં હોય છે.

રાજકોટમાં ઇન્ટરનેશનલ હેર એકેડમીમાં એટ્રેકશન સલુન એકમાત્ર: ભરત ગાલોડીયા

Vlcsnap 2019 11 29 12H14M02S21

 અબતક સાથેની વાતચીત દરમિયાન એટ્રેકશન સલુનના માલીક ભરત ગાલોડીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચૌદ વર્ષથી આ બીઝનેસ કરે છે અને રાજકોટમાં ઇન્ટરનેશનલ હેર એકેડમીમાં એટ્રેકશન સલુન એક જ છે. રાજકોટમાં તેમના ઘણા સ્ટુડન્ટસ સલુન ચલાવે છે. તે એક સારી બાબત તેમના માટે છે. એક હજાર જેટલા વિઘાર્થીઓને તેમણે હેર ડે્રસીંૅગનું નોલેજ આપેલું છે. તેમનું મેઇન કામ એજયુકેશન આપવામાં આવે છે. વિઘાર્થીઓને વધુ અવેરનેસ હેર ડ્રેસીંગ પ્રત્યે આવે તે તેમનો ગોલ છે. એક સમય હતો કે જયારે પાર્લરની વાત આવે ત્યારે માત્ર છોકરીઓ જ તૈયાર થવા જતી હતી. આજે ગર્લ્સ જેટલી અવેરનેસ બોયસમાં આવી ગઇ છે. મેકઅપ, હેરસ્ટાઇલ, બ્યુટી ટ્રીટમેન્ટ, વેકસીંગ, આઇ બ્રો આ બધી જ વસ્તુ બોયસ કરાવે છે. સ્કીન અને હેર પ્રત્યે બોયસ ગર્લ્સની જેમ જ અવેર થઇ ગયા છે. બિયર્ડ લુક તો દસમાંથી નવ બોયસમાં જોવા મળે છે. માહોલ પ્રમાણે બિયર્ડની સ્ટાઇલ બનાવવામાં આવે છે. લગ્નસરાની સીઝનમાં ટ્રેડીશ્નલ લુકમાં બિયર્ડ સારી લાગે છે. જે લોકોને હેર આછા હોય તેમને પણ તેઓ સુંદર રીતે તૈયાર કરી દે છે. પ્રોફેશનલ લુકમાં બિયર્ડનો પ્રોપર શેપ થતો નથી. લગ્નસરાની સીઝનને ઘ્યાનમાં રાખીને તેમના પાર્લરમાં ભારે ભીડ જોવા મળે છે. સ્કીન વાઇટનીંગ, સ્કીન પોલીસીંગ, બિયર્ડ શેપ આ બધું કરાવવા માટે છોકરાઓ વધુ પડતા આવતા હોય છે. છોકરીઓની જેમ છોકરાઓ પણ મેકઅપ કરાવતા થયા છે. અને મોર્ડન સમયમાં ડ્રેસીંગ સાથે મેકઅપ જરુરી છે. પ્રિ-વેડીંગ, ડાન્સ, રીંગ સેરેમની આવા ફંકશનને ઘ્યાનમાં રાખીને મેક ઓવર કરવામાં આવે છે. લુક પ્રત્યે છોકરાઓને જે રીતે અવેરનેસ છે તેજ રીતે બોડી પ્રત્યે પણ છોકરાઓને અવેરનેસ રાખવી જોઇએ. તેમજ વ્યસનથી દુર રહેવાની તેમની સલાહ છે.

જુલીયાના ફેશનમાં ચોલી, ગાઉન, ઇન્ડોવેસ્ટર્ન સહિતનું કલેકશન ઉપલબ્ધ

Vlcsnap 2019 11 29 13H14M41S58

અબતક મીડીયા સાથેની વાતચીતમાં જુલીયાના ફેશનના દિશાબેનએ જણાવ્યું હતું કે લગ્નસરાની સીઝનને ઘ્યાનમાં રાખીને જુલીયાના ફેશનમાં લેડીસ માટે ચોલી, ગાઉન, ઇન્ડોવેસ્ટર્ન સહીતના કલેકટશન ઉપલબ્ધ છે. તેમજ બ્રાઇડલ વેરનુ બધું જ કલેકશન તેમની પાસે અવેલેબલ છે. હાલના ટ્રેન્ડમાં બ્રાઇડલવરે કલેકશન વધુ જોવા મળે છે. રિસેપ્શન માટેના ગાઉન, બ્રાઇડલ ચોલી, બ્રાઇડલ ગાઉન આ બધુ તેમના ગ્રાહકોની પસંદગી છે. અને વધુ પડતા ગ્રાહકો બ્રાઇડલ કલેકશન માટે આવતા હોય છે. પેસ્ટલ અને લાઇડ કલરના કલેકશન વધુ ચાલે છે. લખનવી, ગોટાપતિ વર્ક, વધુ ગ્રાહકોને પસંદ પડે છે. તેમજ સિલ્ક, સિફોર્ન મટીરીયલ્સએ મોર્ડન સમયમાં તેમના ફેશનના ગ્રાહકોની પસંદગી બની ગઇ છે. ડ્રેસ મટીરીયલ, સાડી, ચોલી, ડ્રેસીૅસ, વેસ્ટર્ન આઉટફીટ, સરારા આ બધું તેમના જુલીયાના ફેશનમાં ઉપલબ્ધ છે. તેમને ત્યાંથી ગ્રાહકોને યુનિક કલેકટશન મળી રહે છે. સિમ્પલ અને રિચસ ટેસ્ટ જુલીયાના કલેકશનનો છે.

ચેતેશ્ર્વર પૂજારાઅને ઓસમાણ મીર પણ સંજુસ હેરસલુનની લઇ ચુકયા છે મુલાકાત: અંકિત રાઠોડ

Vlcsnap 2019 11 29 12H32M41S197

સંજુસ હેર સલુનના માલીક અંકિત રાઠોડએ અબતક મીડીયા સાથેની વાતચીત  દરમ્યાન જણાવ્યું હતું કે તેમનું સલુન બે વર્ષથી રાજકોટમાં છે. હાલમાં  જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમાં લગ્નસરાની સીઝનને લઇને ગુમ એટલે કે જે વરરાજો છે તે એક મહીના અગાઉથી ટ્રીટમેન્ટ કરાવે છે. કલીનઅપ, ફેશીયલ, કેરાટીન કરાવે છે તેમજ મેકઅપ અને હેર સ્ટાઇલીંગ પણ કરાવે છે. ગ્રુમમાં ખાસ કરીને હેરકટ, બિયર્ડ, કલિનઅપ, ફેશિયલ, મેનીકયોર, પેડીકયોર, આ બધું જ વરરાજાઓ કરાવે છે. પહેલા ખાલી ગર્લ્સ જ ટ્રીટમેન્ટ કરાવતી તેવું હતું. પરંતુ હાલના સમયમાં પુરુષો પણ એક મહીના અગાઉથી ટ્રીટમેન્ટ શરુ કરી દે. બિગર્ડમાં ઘણા બધા અલગ અલગ લુક તેમના દ્વારા વરરાજાને કરવામાં આવે છે. સોશ્યિલ મીડીયા પરથી ફોટોગ્રાફ લઇને તેવી જ સેઇમ હેરસ્ટાઇલ ગ્રાહકો તેમની પાસે કરાવે છે. હેર કલર અને હાઇલાઇટસ પણ તેમના દ્વારા કરવામાં આવે છે. લગ્નના ચારથી પાંચ દિવસ અગાઉ ફેશીયલ કરવામાં આવે છે. મેરેજ માટે નોર્મલ મેકઅપ કરવામાં આવે છે.

ચેતેશ્ર્વર પુજારા અને ઓસમાન મીર જેવા કલાકારો પણ તેમના સલુનની મુલાકાત લે છે. તેમનું જુનુ સલુન તેમના પપ્પાના નામ પરથી ૪૦ વર્ષથી હતું નવું સલુન તેમના નામને શોર્ટ કરી સંજુસ કરવામાં આવ્યું.

રાજકોટમાં પરમેનન્ટ આઇલેસીસ લાવતું ભટુસ નેઇલ આર્ટ

Vlcsnap 2019 11 29 12H34M32S29

‘અબતક’ મીડીયા સાથેની વાતચીતમાં ભટુસ નેઇલ આર્ટ સ્ટુડીયોના માલીક ભકિત કકકર એ જણાવ્યું હતું કે નેઇલ આર્ટમાં તેમનું રાજકોટમાં મોટું નામ છે સાથે જ રાજકોટમાં પરમેનન્ટ આઇલેસીસ રાજકોટમાં પહેલી જ વખત તેઓ લાવ્યા છે. કોઇપણ વ્યકિતની આંખો સામે જ સૌથી પહેલા ઘ્યાન પડે છે. ત્યારે આંખો સુંદર દેખાય તેના માટે પરમેનન્ટ આઇલેસીસનો કોર્ષ તેઓ લઇને આવ્યા છે. જે તેમના દ્વારા શીખવવામાં પણ આવે છે. પરમેનન્ટ આઇલેસીસની બે થી અઢી કલાકની આખી પ્રોસેસ હોય છે. જે પરમેનન્ટ રહે છે. તેનાથી આંખનો લુક બદલી જાય છે. પાણી અને ઓઇલ વાળી વસ્તુ ચોવીસ કલાક સુધી આંખ પર લગાવવાની હોતી નથી. આ સિવાય કોઇ જ કેરની જરુર નથી. સાતમ-આઠમ, નવરાત્રી, દિવાળીમાં તેમને ત્યાંથી નેઇલસ અને આઇલેસીસના ઘણા ગ્રાહકો સંતોષ થઇને ગયા છે અને તેમના દ્વારા અન્ય લોકો પણ આવતા જાય છે એક્રેલીક એકસટેન્શન, સ્ટીકોનસ પણ થાય છે. લગ્નસરની સીઝનને ઘ્યાનમાં રાખીને બ્રાઇડસ માટે  ટ્રાન્સપરન્ટ નેઇલસ, ડાયમંડ, ૩ ડી, ૪ડી આ બધું જ ટ્રેન્ડીંગ છે. અને બ્રાઇડસને પણ નેઇલ્સ આર્ટ પસંદ પડે છે. યુવા પેઢી માટે  ખાસ તેમની પાસે નેઇલ આર્ટ છે કે જેના માટે દસથી પંદર મીનીટનો સમય લાગે છે અને વીસથી પચીસ દિવસથી નેઇલ આર્ટ નખ પર રહે છે. તેમના દ્વારા કલાઇન્ટસની જરુરીયાત શું છે તેને ઘ્યાનમાં રાખીને નેઇલ આર્ટ કરવામાં આવે છે. ગ્રાહકોની ચોઇસને તેમના દ્વારા મહત્વતા આપવામાં આવે છે. લગ્નસરાની સીઝનને ઘ્યાનમાં રાખીને બ્રાઇડના ક્રોસીંગને અનુરુપ નેઇલસનું ડિઝાઇનીંગ કરવામાં આવે છે. બ્રાઇડ ના ડ્રેસીંટ અને નેઇલસનું મેચીંગ તેમના ફંડકશનને બેસ્ટ બનાવે છે.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.