Abtak Media Google News

સહાય આપો ની માંગ સાથે ખેડૂતો ના સુત્રોચારો : ધારાસભ્ય લલિતભાઈ વસોયા ની આગેવાની મા મામલતદાર ને આવેદનપત્ર અપાયું

ઉપલેટામાં સહાયથી વંચિત રહી ગયેલા 18 ગામોને રાહત પેકેજ આપવાની ઉગ્ર માંગ સાથે ખેડૂતોની વિશાળ જન આક્રોશ રેલી નીકળી હતી. ધારાસભ્ય લલિતભાઇ વસોયાની આગેવાનીમાં મામલતદારને આવેદન અપાયું હતું. આ તકે ઉપલેટાના પીઆઇ ધાંધલે ચુસ્ત બંદોબસ્ત  જાળવ્યો હતો.

આ આવેદનપત્ર મા ધારાસભ્ય લલિત વસોયા એ જણાવેલ કે મારા મત વિસ્તાર ઉપલેટા તાલુકાના પર (બાવન) ગામડામાં ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટીને કારણે ભાદર, મોજ અને વેણૂ નદીના પાણી ફરી વળતા અને તાલુકામાં વધુ વરસાદ ને કારણે મગફળી કપાસ તથા અન્ય પાક ને ખુબજ નુકશાન થયેલ છે. આ અંગે જે તે વખ્તે અમોએ આપની પાસે સર્વે કરાવવા અને ખેડુતોને થયેલ નુકશાનીનું વળતર આપવા માંગણી કરતા આપે ઉપલેટા તાલુકાનું સર્વે કરાવેલ હતું

આ સર્વે બાદ તાજેતરમાં ખેડતોને નુકશાની વળતર ચુકવવાની વાત આવતા ઉપલેટા  તાલુકાના મોટી પાનેલી, સાતવડી, રબારીકા, ચરેલીયા, રાજપરા, ઢાક, મેરવદર, વડેખણ, ગધેથડ, સાજડીયાળી, કેરાળા, ગઢાળા, નવાપરા, મુરખડા, તણસવા, ડુમીયાણી, સહિત 18 ગામડાની ખેતીમાં અતિવૃષ્ટીને કારણે થયેલ નુકશાની આપવા માંથી બાકાત રાખેલ છે. આ બાકાત રાખવાનું દેખીતું કોઈ કારણ છે નહિ. આમ છતાં આ તાલુકાના 18 ગામડાના ખેડતોને અન્યાય થયેલ છે, જેના ભાગ રૂપે આજે અમો  ઉપલેટા તાલુકાના વિશાળ ખેડુતો ઉપલેટા મામલતદાર ને આવેદન પત્ર આપી આ 18 ગામડાના ખેડુતોને તા્કાલીક નુકશાની સહાય ચુકવવા માંગણી કરીએ છીએ.

જો આા અમારી માંગણી તાત્કાલીક સંતોષવામાં નહિ આવે તો ના છુટકે અમારે ગાંધી ચીધ્યા રાહે આંદોલન કરવું પડશે અમારી માંગણી વ્યાજબી અને ન્યાયી હોપ તાત્કાલીક લાગતા વળગતા અધિકારીઓને હુકમ કરી આ 18 ગામડાના ખેડુતોને નુકશાની સહાય મળે તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું.  આ આવેદનપત્ર આપતી વેળાએ ધારાસભ્ય લલિત વસોયા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભુપત કનેરીયા, તાલુકા સરપંચ એસોસિએશન ના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા પંચાયત ના સભ્ય જતીનભાઈ ભાલોડીયા,  કોંગ્રેસ ના અગ્રણી રજાકભાઈ હિંગોરા સહિત ના આગેવાનો જોડાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.