Abtak Media Google News

શેરીએ મિત્ર ૧૦૦ મળે, તાળી મિત્રો અનેક

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ દ્વારા મિત્ર બનાવી લાલચમાં ભોળવી નાણા હડપી લેતા છેતરપિંડીના કેસો વઘ્યા !!

‘શેરીએ મિત્ર ૧૦૦ મળે તાળી મિત્રો અનેક’ આ યુકિત ફેસબુક પર યથાર્થ ઠરી રહી છે. હાલના સમયે ફેસબુક, વોટસએપ, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ જેવા સોશયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ખુબ જ વઘ્યો છે. જેનાથી કનેકટીવીટી અને કોમ્યુનિકેશન તો સરળ બન્યુ જ છે પરંતુ આ સાથે ઠગાઈ પણ વધી છે.

Advertisement

ફેસબુક એકાઉન્ટ અથવા ઈ-મેઈલના માધ્યમથી છેતરપિંડીના બનાવો વઘ્યા છે. ઠગાઈ ચલાવતા લોકો ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી એફલી મેસેન્જરમાં ચેટ કરી યુઝર્સને લાલચમાં ભોળવી ‚પિયા માંગે છે અને આર્શ્ર્યકારક તો એ વાત છે કે ઘણા લોકો આ લાલચમાં આવી પણ જાય છે અને જે વ્યકિતને આ પહેલા કયારેય જોયો કે મળ્યા નથી તેને તેની ઈચ્છા મુજબ રૂપીયા આપી દે છે અને છેતરપિંડીનો ભોગ બને છે. આવી લાલચમાં ન આવી છેતરપિંડીમાંથી બચવા ફેસબુક ઉપર ફ્રેન્ડશીપ કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ.

ઘણા યુઝર્સ એવા હોય છે કે જેઓને ફ્રેન્ડ રીકવેસ્ટ આવે એટલે સંપૂર્ણ તપાસ કર્યા વગર તરત જ રીકવેસ્ટ એકસેપ્ટ કરી લે છે. હાલના ટેકનોલોજીકલ યુગમાં અવનવી ટેકનીકસ વિકસી છે. જેનો સારો અને નરસો એમ બંને ઉપયોગ કરી શકાય. હેકર્સ આ ટેકનીકસની મદદથી યુઝર્સના પાસવર્ડ જાણી અથવા બદલી પણ લે છે અથવા તો ફેક એકાઉન્ટ બનાવી ઘણા યુઝર્સને રોકાણ દ્વારા મોટુ વળતર ચુકવવાની લાલચ આપી મોટી રકમની ઉઠાંતરી કરી લે છે.

ફેસબુક સહિતના સોશયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી થતી આવી છેતરપિંડી રોકવા યુઝર્સે સિકયુરીટી ફીચર્સોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણની ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરતા પહેલા તમામ પાસા વિચારી લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.