Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં કેમ્પ અંગે રોટરી ક્લબના પદાધિકારીઓએ કેમ્પની આપી વિગતો

રોટવી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને ગોકુલ હોસ્પિટલના સહિત ઉપકાર 26 ફેબ્રુઆરીએ રવિવારે સવારે 09:30 થી 12 દરમિયાન રોટરી ગ્રેટર ભવન વિદ્યા નગર મેન રોડ રાજકોટ ખાતે યોજાનારા નિશુલ્ફ સર્વ રોગ નિદાન કેમ્પમાં અલગ અલગ નિષ્ણાત તબીબો ની નિદાન સેવા સારવારનો જરૂરિયાતમંદ લોકોને લાભ અપાશે આ અંગે અબ તકની મુલાકાતે આવેલા રોટરી ક્લબ રાજકોટ ગ્રેટર ના પૂર્વ મોદી રવિભાઈ છોટાઈ જયદેવભાઈ શાહ અને ઋષિતભાઈ નથ વાણીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે રવિવારે 26એ સવારે 9-30 થી 12.0 વાગ્યા સુધી રોટરી ગ્રેટર ભવન, વિદ્યા નગર મેઈન રોડ, રાજકોટ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ કેમ્પમાં ડો. પ્રકાશ મોઢા, ગોકુલ હોસ્પિટલની ટીમના સુપર સ્પેશિયાલીસ્ટ અને સ્પેશિયાલીસ્ટ ડોક્ટર્સ સેવા આપશે. રોટરી ડીસ્ટ્રીકટ 3060 ના ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રીકાન્ત ઈન્દાની ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે અને તેમના વરદ્હસ્તે સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવશે.

આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં મગજ- કરોડરજ્જુની સર્જરી, વેરિકોઝ વએઈન, પ્રોસ્ટેટ, પથરી, કીડની, નાક, કાન, ગળા ના રોગ, બાળરોગ, બાળકોના મગજ અને જ્ઞાન તંતુ ને લગતા રોગ, દાંત અને દાંત ના પેઢાને લગતા રોગ વગેરેનું નિદાન નિષ્ણાત ડોકટર્સ દ્વારા કરવામાં આવશે. તદુપરાંત ઓર્થોપેડીક, હોમિયોપેથીક અને ફીજીયોથેરાપીના નિષ્ણાત ડોકટર્સ  ડો. પ્રકાશ મોઢા, ડો. નરેશ સાપરીયા, ડો.કૃષ્ણદાસ રાદડીયા, ડો. કલ્પેશ બજાણીયા, ડો. યોગેશ દવે, ડો. સાગર લાલાણી, ડો. શાદ લાલાણી, ડો. પુજા  ચૌબે રાદડીયા, ડો. મિરલ પટેલ , ડો, બંદીશ ઝાલા રોટરરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસીડષન્ટ રો. કુનાલ મહેતા અને નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવાજાહેર જનતાને અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.