Abtak Media Google News

ગણિતના તજજ્ઞ સમીરભાઈ પટેલ આપશે માર્ગદર્શન: સી.સી.ડી.સી. ખાતે રજીસ્ટ્રેશન શરૂ

દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વિજ્ઞાન ગુર્જરી , રાજકોટ એકમ અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.) , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાનાં ” સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ -2022”  અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં છાત્રો માટે વિશિષ્ટ પ્રકારની કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન તા . 23 જુલાઈ , 2022 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ છે . જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ગણિત અને રીઝનીંગનાં 20 વર્ષનો અનુભવ ધરાવતાં પ્રખર નિષ્ણાંત  સમીરભાઈ પટેલ મારફત કાર્યશાળામાં ભાગ લેનાર છાત્રોને જી.પી.એસ.સી. , બેંકીગ , તલાટી , જુનિયર કલાર્ક , સુપ્રીટેન્ડન્ટ વગેરે પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યના વિષયો ગણિત અને રીઝનીંગનાં પ્રશ્નો ખૂબ જ સરળતાથી અને ઝડપી કેવી રીતે સોલ્વ કરી શકાય ? તે પ્રકારની ’ ઈનોવેટીવ મેથેમેટીકલ્સ સ્માર્ટ ટ્રીક શીખડાવવામાં આવનાર છે.

ગુજરાત રાજયમાં વિજ્ઞાન ગુર્જરીનાં માધ્યમથી સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટ -2022 માં 75 તજજ્ઞો મારફતે ઉપ કાર્યશાળાઓનું આયોજન કરાયેલ છે જેમાં રાજકોટ યુનિટનાં  પ્રદિપભાઈ જોષી અને પ્રો . નિકેશભાઈ શાહનાં સંયુક્ત પ્રયાસથી સ્પર્ધાત્મક પરીક્ષાનાં છાત્રો માટે વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન કરાયેલ છે .

આ કાર્યશાળામાં ભાગ લેવા ઈચ્છક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં છાત્રોને ટીમ સી.સી.ડી.સી. દ્વારા સી.સી.ડી.સી. નાં કાર્યાલય , ગ્રાઉન્ડ ફલોર , સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની પાછળ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ , રાજકોટ ખાતે વહેલા તે પહેલાનાં ધોરણે નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરેલ છે . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વ  સુમિતભાઈ મહેતા , ચિરાગભાઈ તલાટીયા , દિપ્તીબેન ભલાણી , આશિષભાઈ કીડીયા , હિરાબેન કીડીયા અને સોનલબેન નિમ્બાર્ક જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.