Abtak Media Google News

ઠરાવ મુજબ પરિપત્રમાં કરાયો ફેરફાર: સિનિયર કલાર્કનો ગ્રેડ મેળવતા જુનિયર કલાર્ક પરીક્ષામાં નાપાસ થશે તો ગ્રેડમાં કોઈ ફેરફાર નહીં

રાજકોટ મહા નગરપાલિકામાં અગાઉથી જ અનેક વિસંગતતાઓ સર્જી દેનાર સિનિયર કલાર્કની ભરતીમાં ફરી પરિપત્રમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે સિનિયર કલાર્ક બનવા ઈચ્છતા જુનિયર કલાર્કે ફરજિયાત લેખીત પરીક્ષા પાસ કરવી પડશે. જો કે, હાલ સિનિયર કલાર્કનો ગ્રેડ મેળવતા જુનિયર કલાર્ક જો પરીક્ષામાં ફેઈલ શે તો પણ તેના પગાર ગ્રેડમાં કોઈપણ ફેરફાર થશે નહીં. આજે પરિપત્ર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યો છે. આગામી ૧૮મી જાન્યુઆરી સુધીમાં અરજીઓ કરી શકાશે.

આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સિનિયર કલાર્કની ૭૩ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઈનહાઉસ સિનિયોરીટી મુજબ ભરવામાં આવનાર છે. જેના માટે અત્યાર સુધી કુલ ૧૬૬ અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ જનરલ બોર્ડમાં થયેલા ઠરાવ મુજબ સિનિયર કલાર્ક બનવા માટે જુનિયરે લેખીત પરીક્ષા ફરજીયાત પાસ કરવાની રહે છે.

તાજેતરમાં ભરતી માટે મંગાવવામાં આવેલી અરજીના પરિપત્રમાં આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાની થોડી વિસંગતતાઓ સર્જાઈ હતી. દરમિયાન આજે ઠરાવ મુજબ નવો પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે. જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, જુનિયર કલાર્કે જો સિનિયર કલાર્ક તરીકે સિનિયોરીટી મુજબ બઢતી મેળવવી હશે તો ફરજીયાત પરીક્ષા પાસ કરવાની રહેશે. આ પરિપત્રનો બીજો અર્થ કાઢવામાં આવે તો એ પણ ઈ શકે કે, ૨૫ વર્ષી જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતો કોઈ કર્મચારી પરીક્ષામાં નાપાસ થાય તો તેને બઢતી મળી શકતી ની અને જો કોઈ ૫-૬ વર્ષ પૂર્વે મહાપાલિકામાં જુનિયર કલાર્ક તરીકે જોડાયા હોય અને પરીક્ષા પાસ કરી લે તો તે આપો-આપ સિનિયર કલાર્ક બની જશે.

હાલ જે જુનિયર કલાર્ક સિનિયરના ગ્રેડ મેળવી રહ્યાં છે. તે પરીક્ષા આપ્યા બાદ નાપાસ થશે તો તેના પગારના ગ્રેડમાં કોઈપણ ફેરફાર થશે નહીં. સિનિયર કલાર્ક માટે આગામી ૧૬મી સુધી ઉમેદવારો અરજી કરી શકશે. ત્યારબાદ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.

Patto Ban Labs 2

“કિલનર કમ જુનિયર ફાયરમેનની જગ્યા ઉપર ૧૫ ઉમેદવારોની નિમણુંક

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની ક્લીનર કમ જુનીયર ફાયરમેનની જગ્યા માટે તારીખ: ૨૮-૦૯-૨૦૧૯ થી તારીખ: ૨૨-૧૦-૨૦૧૯ ના રોજ સ્ટાફ સિલેક્શન કમિટીની દેખરેખ હેઠળ પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવેલ હતી, જેમાં સ્ટાફ સિલેક્શન કમિટી અનુસાર પ્રેક્ટિકલ ટેસ્ટના મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા ૧૫ ઉમેદવારોની મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા નિમણુંક આપવામાં આવેલ છે.

“ક્લીનર કમ જુનીયર ફાયરમેનની જગ્યા માટે જે ૧૫ ઉમેદવારોને નિમણુંક આપવામાં આવેલ છે જેમાં લાલજીભાઈ શંકરભાઈ મેર,  રોહિત સાગરભાઈ ડાભી, અરબાઝખાણ મુનવરખાણ યુસુફ્ઝ, મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભુપતભાઈ કેશુભાઈ બોરીચા, સુનીલભાઈ છોટુભાઈ ચૌધરી,  મેહુલકુમાર રાજુભાઈ અમલીયાર, અનિરુધ્ધસિંહ દિલીપસિંહ ઝાલા, લીલેશકુમાર સવાલાભાઈ પરમાર,  અજયકુમાર અમરનાથ મિશ્રા, ભરતકુમાર ભાવસિંહ રાઠોડ, અનીષકુમાર બાબુભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ શિવરામભાઈ ભોવાર્યા, અજય જીતેશભાઈ ઘાંઘા અને મહેન્દ્રસિંહ ભૂપતસિંહ વાઢેર વિગેરે ઉમેદવારોનો સમાવેશ થાય છે.

એક્ઝિક્યુટીવ એન્જિનીયરની ખાલી જગ્યા પુરવા લેવાયા ઈન્ટરવ્યું

જે. ડી. કુકડીયા સહિત કુલ ૬ ઉમેદવારો મેદાનમાં

કોર્પોરેશનમા વી.સી.રાજ્યગુરુની નિવૃતિ બાદ ખાલી પડેલી એક્ઝિક્યુટીવ એન્જિનીયરની જગ્યા ભરવા માટે આજે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં કુલ ૬ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. આ જગ્યા અગાઉ અનામત ન હતી. પરંતુ હવે એસીબીસી માટે અનામત રાખવામાં આવી છે. આજે ડીએમસી, સીટી એન્જીનીયર સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોના મૌખીક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. એક્ઝિક્યુટીવ એન્જિનીયરની પસંદગી ઓફિસર સિલેકશન કમિટી દ્વારા કરવામાં આવશે.

વોટર વર્કસ શાખાનો હવાલો સંભાળતા વી.સી.રાજ્યગુરૂ ગત વર્ષે વય મર્યાદાના કારણે નિવૃત યા હતા. તેઓની નિવૃતિ બાદ મહાપાલિકામાં એક્ઝિક્યુટીવ એન્જિનીયરની જગ્યા ખાલી પડી છે. આજે આ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવાયા હતા. જેમાં જે.ડી.કુકડીયા, કૈલાશગીરી ગૌસ્વામી, યોગેન્દ્રગીરી ગોસ્વામી, હિરેન કાપડીયા, ગૌતમ જોશી અને રાઠોડ સહિતના ૬ ઉમેદવારોએ ઈન્ટરવ્યું આપ્યા હતા. ૬ પૈકી ૫ ઉમેદવારો કોર્પોરેશનમાં હાલ અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. એક જ ઉમેદવાર બહારના છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ આજે અગત્યના કામ સબબ ગાંધીનગર ગયા હોય તેઓની ગેરહાજરીમાં ડીએમસી આર.કે.સિંગ, સિટી એન્જીનીયર દોઢીયા સહિતના અધિકારીઓએ ઈન્ટરવ્યુ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.