Abtak Media Google News

જેતપુરના સ્ટેન્ડ ચોકમાં ગઈ રાત્રી એ ફૂલ ના વેપારીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થતી એક વેપારીયા બીજા પર છરી વડે હુમલો કર્યો હતો

Advertisement

ગઈ રાત્રી સાડા આઠેક વાગ્યાના અરસામાં સ્ટેન્ડ ચોકમાં ગ્લર્સ હાઇસ્કુલ પાસે જ ફુલનો થડો ધરાવનાર કાસમભાઇ અબુભાઇ શેખનો પુત્ર સિકંદર કાસમભાઇ શેખ ચિક્કાર દારુ પીધેલ હાલતમાં સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પોતાનુ બાઇક ૠઉં. ૩ ઉજ ૫૧૫૯ લઈને  આવી બેફામ ગાળો બોલવા લાગેલ ત્યારે બાજુમાં જ ફુલનો વેપાર કરતા ચંદુભાઇ અરજણભાઇ પરાલિયાએ ગાળો ન બોલવા જણાવેલ હતું.

પરંતુ સિકંદર કાસમ શેખ એ ગાળો બોલવાનું ચાલું રાખેલ અને ચંદુભાઇના થડા પર બાઇક ચડાવી દીધેલ અને ધંધાનો સામાન વેરવિખેર કરી રોડ પર નાખવાનું શરુ કરેલ અને પેટીમાંથી પૈસા તેમજ કિંમતી અન્ય સામાન લેવાનું શરુ કરેલ ત્યારે ચંદુભાઇ અરજણભાઇ પરાલિયા અને તેમના પુત્ર કિશને આમ કરવાની ના કહેતા થોડી વારમાં છરી સાથે સ્થળ પર ઘસી આવી કિશન પર હુમલો કરેલ હતો અને ચંદુભાઈ વચ્ચે પડતા તેમને હાથમાં છરી મારી દીધી હતી.ઈજા સાથે ચંદુભાઇને દવાખાને ખસેડવામાં આવેલ છે.

પોલીસે ચંદુભાઈ ની ફરિયાદ પરથી સિકંદર ની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.