Abtak Media Google News

સુરેન્‍દ્રનગર શહેરમાં યોજાયેલ ‘‘રન ફોર યુનિટી’’ કાર્યક્રમમાં જન – જન બન્યું સહભાગી

દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાના શિલ્‍પી અને સ્વતંત્ર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરને ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.

Dsc 8269

શ્રી સરદાર સાહેબના ચિરસ્‍થાયી નેતૃત્‍વને સાદરપૂર્વક સ્‍મૃતિબધ્‍ધ કરવા અને યૌવન સહજ જોમથી ભાવાંજલી આપવા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે સુરેન્‍દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર ખાતે ‘‘એકતા દોડ- રન ફોર યુનિટી’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.

સુરેન્‍દ્રનગર ખાતે ર્ડા. આંબેડકર ચોક(રાજ હોટલ ચોક) થી પ્રસ્‍થાન થેલી રન ફોર યુનિટી- એકતા દોડને કલેકટરશ્રી કે. રાજેશની ઉપસ્‍થિતિમાં જિલ્‍લા વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલે લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આંબેડકર ચોકથી પ્રસ્થાન થયેલી આ એકતા દોડ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સમાપન થઈ હતી. જયાં એકતા અને અખંડિતતાના સપથ લેવામાં આવેલ હતાં.

Dsc 8273આ એકતા દોડમાં નાયબ કલેકટરશ્રી વિજય પટ્ટણી, સુરેન્‍દ્રનગર – દૂધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીનભાઈ ટોળીયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ, જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા. પી.કે. પરમાર સહિત અધિકારીઓ – પદાધિકારીશ્રીઓ, વિવિધ સામાજીક-સ્‍વૈચ્છિક સંસ્‍થાઓના હોદ્દેદારો, શાળા – મહાશાળાના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ, સીનીયર સીટીઝન તથા વિવિધ સમાજના આગેવાનો – કાર્યકરો અને સમાજશ્રેષ્‍ઠીઓ વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

Dsc 8257

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.