Abtak Media Google News

નવરાત્રીમાં ઈશ્વર વિવાહ ગાઈ ગરબી લેતા પુરુષો: પેઢી દરપેઢીથી ચાલી આવતી પરંપરા

ડી.જે.સાઉન્ડ સિસ્ટમ અને અર્વાચીન રાસોત્સવ આજે ગામડે-ગામડે પહોંચી ગયો છે ત્યારે આજે પણ કેટલાક ગામોએ પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી છે,માળીયા(મી) તાલુકાના મોટા દહીંસરા ગામ પણ આવા અનોખા ગામ માહેનું એક છે અને પેઢી દર-પેઢીથી નવરાત્રીમાં ઈશ્વર વિવાહ ગઈ ગરબી લઈ પુરુષો માતાજીની આરાધના કરે છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગમે મોમાઈ ગરબી મંડળ દ્વારા આજના આધુનિક સમયમાં પણ પૌરાણિક માન્યતા અને સિદ્ધાંતોને અનુરૂપ નવરાત્રી દરમિયાન ભગવાન શિવ વિવાહનું સંગીતમય શૈલીમાં વર્ણન કરી ગામના રાજપૂત સમાજના પુરુષો ઈશ્વર વિવાહની ગરબી લે છે.

મોમાઈ ગરબી મંડળના અગ્રણી વડીલોના જણાવ્યા  મુજબ જ્યારે લાઈટો કે માઇક ન હતા તેવા સમયથી મોટા દહીંસરા ખાતે માં નવદુર્ગાન ભક્તિભાવથી આરાધના કરી નવરાત્રીના સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે.

આ ગરબી મંડળમાં આજે પણ મોટી ઉંમરના વડીલો જ દેવી ભાગવતમાં જે મહિમા વર્ણવવામાં આવ્યો છે તે મુજબ શ્રી દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનું સુંદર ગાયન કરે છે અને નાના બાળકો અને પુરૂષો સંગીતના તાલે જૂની પરમ્પરા મુજબ ગરબી લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.