Abtak Media Google News

નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષે

ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, શાસ્ત્રોનો મહિમા વર્ણવતા 222 જેટલા ફ્લોટો આકર્ષણનું કેન્દ્ર બન્યા : અંદાજીત પાંચ કિ.મી. લાંબી શોભાયાત્રા ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત  નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષમાં અત્યાર સુધીમાં જેટલા પણ કાર્યક્રમો યોજાયા હતા તે તમામ કાર્યક્રમો ન ભૂતો ન ભવિષ્યથી સમાન બની રહ્યા હતા. તેથી વિશેષ ભગવાન સ્વામિનારાયણની નગર યાત્રા તો દિવ્ય અને ભવ્ય બની રહી હતી

222 ફલોટ સાથે નીકળેલી આ શોભાયાત્રા જાણે વિશ્વ નું કાર્નિવલ સમાન બની ગયું હતું વિશ્ર્વ ના અનેક દેશો માંથી પધારેલા ગછઈં હરિભકતો એ પણ પોતાના દેશો ફ્લોટ પણ શોભા યાત્રા નું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું   આ ઐતિહાસિક શોભા યાત્રા વિશે મીડીયા સાથે વાત કરતાં શાસ્ત્રીસ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, ભુજ સ્વામિનારાયણ  મંદિર દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ ભવ્ય શોભાયાત્રામાં ગામો ગામના હરિભક્તોએ ફ્લોટોને  શણગાર્યા હતા તે દિવ્ય રહયા હતા. આ ફ્લોટોમાં મુખ્યત્વે ભુજ મંદિર વિકાસની ગાથા વર્ણવામાં આવી હતી, કોઈક ફલોટમાં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, કોઈકમાં શાસ્ત્રોનો મહિમા વર્ણવાયો હતો, તો કોઈકમાં તીર્થોનો મહિમા, બદ્રીનાથ-કેદારનાથ, સ્ટેચુ ઓફ યુનિટી, લાલ કિલ્લા સહિતના અનેક ફલોટ રજૂ કરાયા હતા. જે ભુજ મંદિરના સમસ્ત સત્સંગીઓએ સાથે મળીને કરેલું કાર્ય દિવ્ય બની રહ્યું હતું. તો શોભાયાત્રા સમિતિના સંતોએ પણ ખૂબ જ સરસ મહેનત કરી હતી અને સમસ્ત શોભાયાત્રાને દિવ્ય અને દર્શનીય બનાવી હતી.

આ શોભાયાત્રાને જોતા એવું લાગી રહ્યું હતું કે, જેમ કર્તવ્ય પથ ઉપર જે અનેક રાજ્યોના ફલોટો શણગારીને લાવવામાં આવતા હોય છે, અલગ અલગ કૃતિઓ લાવતા હોય છે એવી જ રીતે તેનાથી પણ એક પગલું આગળ અને ચડિયાતું આવા 222 જેટલા વાહનોને શણગારી આજે ભગવાન સ્વામિનારાયણની ભવ્ય નગરી યાત્રા કાઢવામાં આવી હતી. જે બહુ દર્શનીય અને ભવ્ય રહી હતી. જે અવર્ણનીય રહી કે જેનું વર્ણન કરી શકાય તેવા દિવ્યો ફ્લોટો રજૂ કરવામાં આવ્યા હતા જેને કારણે આ શોભાયાત્રા દિવ્ય બની રહી હતી.આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો, સંતો,  સાંખ્યયોગી બહેનો  જોડાયા હતા તેની સાથોસાથ એક ફલોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી, લાલજી મહારાજ, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી પણ રથ પર  બિરાજમાન થયા હતા.

નોંધનીય છે કે ભુજ શહેરના જુબેલી સર્કલ પાસેથી નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં પટેલ ચોવીસીના તમામ ગામોમાંથી જુદા જુદા ટેબ્લો બનાવીને લાવવામાં આવ્યા હતા. આ ટેબ્લોમાં મુખ્યત્વે શણગારેલા વાહનો, ગામોગામની રાસ મંડળીઓ તથા ડીજે, વિદેશના પાઇપ બેન્ડ, લેજીમના દાવો સાથે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પર ફરી હતી. જુબેલી ગ્રાઉન્ડ થઈ એનસીસી ઓફિસ, વી.ડી. હાઈસ્કૂલ પાસે થઈ બસ સ્ટેશન રોડ, ઓલ ફ્રેન્ડ હાઇસ્કુલ, હમીસર તળાવ પાસેથી થઇ સ્વામિનારાયણ મંદિર, કલેકટર કચેરી, માંડવી ઓક્ટ્રોય, જય નગર પાટીયા પાસે થઈને પ્રિન્સ રેસીડેન્સી, ભગવતી હાઈવે હોટલ થઈ કથા સ્થળ બદ્રિકા આશ્રમ પહોંચી હતી.

દરરોજ અઢી લાખથી વધુ પ્રસાદનો લાભ લેતા ભાવિકો

Screenshot 2 42

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત  નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની બદ્રીકાશ્રમ ખાતે ભવ્ય અને દિવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં દરરોજ અઢી લાખથી પણ વધુ દેશ-વિદેશના લોકો દર્શન અને કથા શ્રવણનો લાભ લેવાની સાથે સાથે પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજીત 17.50 લાખથી પણ વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરી ચૂક્યા છે. આશ્ચર્યની વાત એછેકે, મહોત્સવનાં નવ દિવસ દરમિયાન કચ્છની જનસંખ્યા કરતાં પણ વધુ લોકો પ્રસાદનો લાભ લેશે તેવું શાસ્ત્રીસ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ માહિતી આપતાં જણાવ્યું હતું.લોકોની ભીડ ન થાય, અગવડતા ન પડે તે માટે બદ્રીકાશ્રમ ખાતે જ 18-18 મોટા મોટા ડોમ બાંધવામાં આવ્યા છે, જેમાં પીસરવાની વ્યવસ્થા અને રસોઇ બનાવવાથી લઇને તેને લગતી સેવામાં 20 હજારથી પણ વધુ સ્વયંમસેવકો જોડાયા છે. પર્યાવરણ પ્રદૂષિત થાય. આ બાબતને ધ્યાને લઇને ભુજ મંદિરનાં મહંતસ્વામી ધર્મનંદનદાસજીએ એવો નિર્ણય કર્યો કે, આપણે વર્ષો પહેલા જે પતરાવાળી વાપરતા હતા એજ પતરાવાળી ઉપયોગ આ મહોત્સવ દરમ્યાન કરવામાં આવે. જેને કારણે આ ડીસો, ગ્લાસનું રિસાયક્લિંગ કરીને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. પરિણામે મહોત્સવ દરમ્યાન ક્યાંય પણ પર્યાવરણ કે વાતાવરણતો પ્રદુષિત થતું નથી સાથોસાથ તેનું રિસાયક્લિંગ કરીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે ભગવાન પણ રાજી થાય, દેશ પણ વિકાસશીલ બને અને પંચભૂત શુદ્ધ થાય. આવી ભાવનાથી આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.