Abtak Media Google News

થાનગઢના લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી અને સાથી કલાકાર વૃંદે સાહિત્ય અને ભજનની રંગત જમાવી

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર લોકમેળાના બીજા દિવસે માહિતી નિયામકની કચેરી દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં થાનગઢના લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી અને સાથી કલાકાર વૃંદ દ્વારા સાહિત્ય અને ભજનની સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જે સાંભળી વિશાળ જનમેદની રસ તરબોળ થઈ ગઈ હતી.

કિશોરદાન ગઢવીએ પાંચાળ પ્રદેશના તરણેતરમાં ત્રિનેત્રશ્ર્વર ભગવાનના મહાત્મ્ય વિશે સાહિત્યિક રજૂઆત કરીને લોકોને આ સ્થળના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ લોકડાયરામાં રાજુભાઈ સાકરીયાએ લોકગીતોની રમઝટ બોલાવી હતી તેમજ કલાકાર સાગરભાઈ પ્રજાપતિએ ભગવાન શંકર, ભગવાન દ્વારકાધીશના ભજનો રજૂ કર્યા હતા.

દેવિકાબેન મહેતાએ મા મોગલ, મા શક્તિની આરાધના કરતા ગીતો રજૂ કર્યા હતા. આ લોકડાયરામાં ઉસ્માન સંગીતની ટીમ દ્વારા સંગીતની વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.