‘હું જયાં છું ત્યાં સંપૂર્ણ સમર્પિત થાવ તો ઘણું બધુ સરળ બની જાય’: જિંદગીનું મુલ્યાંકન કરાવતું પુસ્તક ‘ઇકિગાઇ’

રાજકોટ નાગરિક બેન્ક દ્વારા વાંચન પરબમાં ‘ઇકિગાઇ’ પુસ્તકની ભાવયાત્રા કરાવતા અભિમન્યુ મોદી

ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ સો કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબનાં ૪૬માં મણકામાં હેકટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ લિખિત ‘ઇકિગાઇ’ની ભાવયાત્રા અભિમન્યુ મોદીએ બેંકની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, રાજકોટમાં રજુ કરી હતી. અભિમન્યુ મોદીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘દરેકને એક જ મહેચ્છા હોય છે, લાંબુ જીવવાની અને આવી જ વાત ‘ઇકિગાઇ’ પુસ્તકમાં બખૂબી આલેખી છે. આ પુસ્તકે જગતનાં અનેક રહસ્યો ઉજાગર ર્ક્યા છે. જો આ પુસ્તકનો ૧૦ ટકા પણ અમલ ાય તો સમગ્ર વિશ્ર્વમાં ધરમળૂી પરિવર્તન આવી જાય. આ પુસ્તકમાં જાપાનના લોકોની જીવનશૈલીની વાત છે. અત્યારે વિશ્ર્વમાં સૌી વધુ સતાયુ લોકો જાપાનમાં વસે છે. દુનિયામાં બહુ જ જુજ એવા દેશો છે કે જેની બાહ્ય યાત્રા જેટલી જ રસપ્રદ આંતરિક યાત્રા છે. જેમાં ભારત, જાપાન અને ઇજીપ્તનો સમાવેશ થાય છે. તમે જાત સો કે જગત સાથે કઇ રીતે કાર્ય પાર પાડો છો તેની ઉપર તમારા આયુષ્યનો આંક મળે છે. ભોગવાતા રહેતા સુખ એની ઉપરી આપણું વર્તમાન નક્કી થાય છે નહિકે આપણા મનમાં રહેલી ભવિષ્યના સુખની ડિઝાઇન ઉપરી આપણી જીંદગી નક્કી થાય છે. હું જ્યાં છું ત્યાં સંપુર્ણ સમર્પિત થાવ તો ઘણું બધું સરળ બની જાય. જીંદગી પ્રત્યેનું મુલ્યાંકન ‘ઇકિગાઇ’ પુસ્તક કરાવે છે. તલવાર સારામાં સારી બનાવતી જાપાનીઝ પ્રજા જીંદગી કઇ રીતે સુઘડ અને સુચારુ રહે તેવી વાત કરે છે.’

આ વાંચન પરબના મણકામાં નલિનભાઇ વસા (ચેરમેન), ડિરેકટરગણમાંથી જીવણભાઇ પટેલ (પૂર્વ વાઇસ  ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, કિર્તીદાબેન જાદવ, વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.

પ્રવર્તમાન સંજોગોમાં પુરતી તકેદારી સો યોજાયેલ આ કાર્યક્રમનું યુટ્યુબ ઉપર લાઇવ પ્રસારણ યું હતું. જેને બહોળી સંખ્યામાં ચાહકોએ મનભરીને માણ્યું હતું. આ તકે જીવણભાઇ પટેલ અને ટપુભાઇ લીંબાસીયાએ અભિમન્યુ મોદીનું પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું મનનીય – રસપ્રદ સંચાલન કવયિત્રી સીએ. સ્નેહલ તન્નાએ ર્ક્યું હતું. ખાસ યાદ રાખો કે, વાંચન પરબનો આગામી મણકો-૪૭, તા. ૨૦ માર્ચ ૨૦૨૧ને શનિવારે, સાંજે ૬.૩૦ કલાકે ‘દેવો ધાધલ’ની ભાવયાત્રા જ્વલંત છાયા કરાવશે.