Abtak Media Google News
  • વિધાર્થીઓએ 4 હજારથી વધુ પુસ્તક ખરીદ્યા 

વિધાર્થીઓ અને વાલીઓ માટે હમેંશાથી કોઇ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવા જાણીતી સાંઇરામ દવેની નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમમાં ત્રિદિવસીય બાળ સાહિત્ય મેળો યોજાયો. આ કિડ્સ ફિએસ્ટા 2023 માં 3 દિવસમાં 7 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી. આશ્ચર્યજનક બાબતએ હતી કે આવેલા તમામ બાળકોએ ઓછામાં ઓછુ 1 પુસ્તક ખરીદ્યુ. આર.આર.શેઠ પ્રકાશન દ્વારા અહીં પુસ્તકોનું વેચાણ રાખવામાં આવ્યુ હતુ .

12 2

જેમાં 4142 પુસ્તકોનું વેચાણ થયુ . કિડ્સ ફિએસ્ટામાં પુસ્તક મેળાની સાથે વિધાર્થીઓ અને વાલીઓ માટેની વિવિધ 11 એક્ટીવીટી રાખવામાં આવી હતી . જેમાં દરેક એક્ટીવીટી પાછળ કોઇને કોઇ ધ્યેય હતો જે બાળક અથવા તો વાલીના હિત માટે હતો . આ પુસ્તક મેળામાં ખાસ પ્રતાપ પંડય પ્રેરીત પુસ્તક પરબ અને આર.આર.શેઠ પ્રકાશન સાથે મળીને 40 ટકા વળતર આપતા વિધાર્થીઓએ મન મુકીને પુસ્તક ખરીદ્યા .

વિધાર્થીઓને વાંચન તરફ વાળવા માટે સાંઇરામ દવેએ વેકેશન પહેલા આ ખાસ આયોજન કર્યુ હતુ જેને ભવ્ય પ્રતિસાદ મળ્યો . તમામ વીઝીટર્સે નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ અને સાંઇરામ દવેનો હ્રદયથી આભાર વ્યકત કર્યો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.