Abtak Media Google News

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આગેવાનોએ આપી માહીતી રર જાન્યુઆરીએ 11 દિકરીઓ પ્રભુતમાં પગલા પાડશે

જેતપુર શહેર ખાતે આગામી તા. રર-1-2023 ના રોજ પરશુરામ સેના આયોજીત અગિયારમાં સમુહ લગ્ન સાથે યજ્ઞોપવિત ભવ્ય જાજરમાન આયોજન કરાયું છે.

Advertisement

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા હિતેશભાઇ જોશી, અશોકભાઇ ઠાકર, હરેશભાઇ જોશી, જયંતભાઇ ઠાકર, શૈલેષભાઇ જોશી વિગેરેએ માહીતી આપી હતી.

જેતપુર શહેર ખાતે તા. રર-1 રવિવારના રોજ એસ.ટી. બસ સ્ટેશન નજીક આવેલ જીમખાના મેદાનના પટાણાંગરમાં અગિયારમી વખત અગિયારમાં સમુહ લગ્ન સાથે યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન જેતપુર  ખાતે સામાજીક પ્રવૃતિ કરતી સામાજીક સંસ્થા પરશુરામ સેના ઉપક્રમે યોજવાનું નકકી થયેલ છે.

આયોજન સફળ બનાવવા પરશુરામ સેનના હોદેદાર કમીટી મેમ્બરો પ્રમુખ હિતેશભાઇ જોશી, ઉપપ્રમુખ શૈલેષભાઇ જોશી, મંત્રી અશોકભાઇ ઠાકર, ખજાનચી સુરેશભાઇ પંડયા, અન્ય કારોબારી સભ્યો સંજયભાઇ દવે, ઘનશ્યામભાઇ જોશી, સુરેશભાઇ મહેતા, દિલીપભાઇ જોશી, આર.ડી. મહેતા, વિનુભાઇ ઠાકર, ધર્મેશભાઇ કનૈયા ચંંદુભાઇ જોશી, મનુભાઇ મહેતા તેમજ રાહુલભાઇ ઠાકર, ચિરાગભાઇ ઠાકર સતત અગિયાર વર્ષથી આ શુભ કાર્યમાં સતત સાથે રહી આજે પણ જહેમત ઉઠાવી રહેલું છે.

દિકરા-દિકરીના લગ્ન માટે જાણે આપણાં ઘેર આંગણે લગ્ન થતાં હોય તેવો મહોલ જોવા મળશે. વધુમાં કરીયાવરની દ્રષ્ટિએ ઘરમાં વપરાશ થતી તમામ નાની મોટી આઇટમો અસંખ્ય આપવામાં આવશે.

જેની કિંમત લાખ રૂપિયાની આસપાસ કનૈયાને  દિકરીને આપવામાં આવશે.

આયોજનને ચાર ચાંદ લગાવવા સંસદસભ્ય- ધારાસભ્ય તેમજ જેતપુરના મુખ્ય આગેવાનો હાજરી આપશે. જેને અત્યારથી જ આમંત્રણ અપાઇ ગયેલ છે.

આયોજનનો આનંદ માણવા જેતપુરની આજુબાજુમાં વસવાટ કરતા બ્રાહ્મણો ને ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.