ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ: રૂ.5.50 લાખ ભરેલો થેલો મૂળમાલિકને પરત આપ્યો

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મયુરભાઇ રજનીકાંતભાઇ ભુવા (રહે-શ્યામલ સીટી બ્લોક નં-એ/2 માધવ પાર્ક રાજકોટ વાળા)ગત તા.7ના રોજ પોતાના ઘરનો સમાન અન્ય મકાને હેરફેર કરતા હતા. આ દરમિયાન તેઓએ રોકડ રૂપીયા આશરે 5,50,000 એક કાળા થેલામાં રાખેલ હોય જે થેલો સામાન ફેરવતી વખતે રસ્તામાં પડી ગયેલ હોય જે રોકડ રૂપીયા ભરેલ થેલો વગડ ચોકડી પેટ્રોલપંપ પાસેથી રાહદારી મુકેશભાઇ ભીખુભાઇ ડોડ (રહે કોઠારીયા ગણેશ સોસાયટી રાજકોટ વાળા)ને મળેલ હોય જેઓ પોતાના શેઠ સીધ્ધિ ગુ્રુપના પપ્પુભાઇ મહેતાને જાણ કરતા પપ્પુભાઇ મહેતાએ નાયબ પોલીસ કમિશ્ર્નર ઝોન-2નો સંપર્ક કરતા નાયબ પોલીસ કમીશ્ર્નરની રાહબરી હેઠળ મુળ માલીક મળી આવતા જેઓને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપયો હતો. રૂપીયા ભરેલ થેલાના મુળ માલીક મયુરભાઇ રજનીકાંતભાઇને તમામ રોકડ રમત પરત આપી ખુબ જ ઇમાનદારીનું ઉમદા કાર્ય મુકેશભાઇ લીખુભાઇ ડોડ રહે કોઠારીયા ગણેશ સોસાયટી રાજકોટ વાળાએ કરેલ હોય જે બદલ તેઓને નાયબ પોલીસ કમીશ્ર્નર ઝોન-2 તરફથી પ્રશંસાપત્ર અર્પણ કરવામા આવેલું હતું.