Abtak Media Google News
વકીલ તેમજ જજીસના 800 પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત

રાજકોટ બાર એસોસિએશન દ્વારા વિજયાદશમીના દિવસે એક દિવસીય રસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પારિવારિક માહોલમાં શહેરની મધ્યમાં આવેલ પ્રતિ લોક પાર્ટી પ્લોટ માં આયોજન કરવામાં આવ્યું હતું.વકીલો તેમજ જજીસ સતત તણાવ ભર્યું જીવન જીવતા હોય છે અને આ આયોજનથી તેમનામાં નવો ઉત્સાહ અને ઉર્જા આવે અને થોડી હળવાશની પળો માણી શકે એ માટે આ ભવ્ય રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્જુન પટેલ,ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા,સેક્રેટરી પી.સી. વ્યાસ,જોઈન્ટ સેક્રેટરી ધર્મેશભાઈ સખીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ફક્ત વકીલો તેમજ જજીસ પરિવારના સભ્યો માટે જ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 800 પરિવારના સભ્યોએ ભાગ લઈ માતાજીની આરાધના કરી ગરબે ઘુમ્યા હતા.પ્રિન્સ- પ્રિન્સેસ તથા વેલડ્રેસ બનતા ખેલૈયાઓને લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ અન્ય સરપ્રાઈઝ ઇનામો પણ આપવામાં આવ્યા હતા.આ અંગેની વધુ વિગતો રાજકોટ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ અર્જુન પટેલે અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.