Abtak Media Google News

મૃતકોમાં 22 જેટલા બાળકો : હુમલાખોરે પોતાની પત્ની અને બાળકને મારી નાખીને  આત્મહત્યા કરી લીધી હોવાનો દાવો

થાઈલેન્ડમાં પ્રી-સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.  એક પૂર્વ પોલીસ અધિકારીએ પ્રી-સ્કૂલ ચાઈલ્ડ ડેકેર સેન્ટરમાં આ ગોળીબાર કર્યો છે.  દેશના ઉત્તરપૂર્વમાં નોંગ બુઆ લામ્ફુમાં હુમલા બાદ બંદૂકધારીએ આત્મહત્યા કરી હતી.

પોલીસે માહિતી આપી છે કે મૃતકોમાં બાળકો અને પુખ્ત વયના લોકો પણ સામેલ છે.  પોલીસે જણાવ્યું કે હુમલાખોરે બાળકો અને પુખ્ત વયના લોકો પર ગોળીબાર કર્યો અને ચાકુ વડે હુમલો કર્યો.  અહેવાલો દાવો કરે છે કે હુમલાખોરે શાળામાં ગોળીબાર પછી તેની પત્ની અને બાળકની પણ હત્યા કરી અને પછી આત્મહત્યા કરી.

હુમલા પાછળનો હેતુ હાલ સ્પષ્ટ થયો નથી.  રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા અચાયોન ક્રાથોંગે જણાવ્યું હતું કે આ ઘટના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતમાં બની હતી.  પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.  હુમલાખોરની શોધખોળ ચાલુ હતી.  સરકારી પ્રવક્તાએ કહ્યું કે વડા પ્રધાને તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા અને ગુનેગારને પકડવા માટે ચેતવણી આપી છે. જો કે તેને આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો મળી રહી છે.

થાઇલેન્ડમાં ગેરકાયદે હથિયાર રાખવાનું મોટું દુષણ

થાઇલેન્ડમાં ગેરકાયદે હથિયાર રાખવાનું મોટું દુષણ છે. સરહદ પરથી બેફામ હથિયારો આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.સામૂહિક ગોળીબારની ઘટનાઓ ભાગ્યે જ બને છે પરંતુ વર્ષ 2020માં આવી જ એક ઘટનાએ થાઈલેન્ડને ચોંકાવી દીધું હતું.  પ્રોપર્ટી ડીલથી ગુસ્સે થયેલા એક સૈનિકે ચાર વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.  જેમાં 29 લોકોના મોત થયા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા.

વડાપ્રધાને ગુનેગારને વહેલી તકે પકડવાના આદેશ આપ્યા

એક નિવેદન અનુસાર, થાઈલેન્ડના વડા પ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાએ અધિકારીઓને ગુનેગારને શક્ય તેટલી વહેલી તકે પકડવાનો આદેશ આપ્યો છે.  વડાપ્રધાને ફાયરિંગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.  અગાઉ, દક્ષિણ પશ્ચિમ મેક્સિકોના સેન મિગુએલ ટોટોલાપન શહેરમાં ગોળીબારમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા.  મૃતકોમાં શહેરના મેયર પણ સામેલ હતા.  આ હુમલા માટે અપરાધી ગેંગ લોસ ટેકિલરોસનો આરોપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.