Abtak Media Google News

રાજકોટ શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમા ને કિસ્સો સામે આવ્યો છે જ્યારે નાના બાળકો ઘરમાં છૂટા એકલા રમતા હોય ત્યારે તેના પર નજર રાખવી વાલીઓને અનિવાર્ય બન્યું છે કારણ કે ઘરમાં પડેલી એસીડ, ફીનાઇલ, જીવજંતુ મારવાની દવા કે અન્ય કોઇ જવલનશીલ પદાર્થો પરિવારના નાના બાળકોથી દુર રાખવા જરૂરી હોય છે. કેમ કે કયારેક બાળકોના હાથમાં પદાર્થની બોટલ આવી જતા તે સીધી મોઢે માડી ઘૂંટડો ભરીલે છે.ત્યારે આવો જ એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં રેલ નગરમાં રહેતા પરિવારના બાળકના હાથમાં જંતુ મારવાની દવા આવી જતા તેને તેમાંથી ઘુટડો કરી લીધો હતો.

માતા – દાદી ઘરકામમાં વ્યસ્ત હતા તે વેળા બાળકે જીવડા મારવાની બોટલ મોઢે માંડી લીધી ,એકના એક પુત્રના મોતથી પીરવારમાં કલ્પાંત

જેમાં તેનું સારવાર દરમિયાન મોતની સ્પષ્ટતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.  વિગત મુજબ રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ, બી-104માં રહેતા ચિરાગભાઇ વાડેરાના એક વર્ષના પુત્ર જીયાન ગઇ તા. 10ના ઘરે રમતો હતો ત્યારે ઘરમાં પડેલ જીવડા મારવાની દવાની બોટલ ખોલી તેમાંથી ઘુંટડો ભરી જતા તે ઉલ્ટી કરવા લાગ્યો હતો જેમને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન ગઇકાલે માસુમ બાળકનું મોત નિપજયું હતું.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુમાં મૃતક બાળકના પિતા ચિરાગભાઇએ જણાવ્યું હતું કે તેમના લગ્નને પાંચ વર્ષ થયેલ છે. તેઓ તેની પત્ની અને માતા સાથે રહે છે. તેમને એક વર્ષનો પુત્ર જીયાન છે. ગઇ તા. 10ના તેમની પત્ની અને માતા તહેવારો પૂર્વ ઘરકામ કરતા હતા ત્યારે એકલા રમી રહેલા જીયાનના હાથમાં ઝેરી દવાની બોટલ આવી જતા તેને તેમાંથી ઘુંટડો ભરી લેતા ઘટના ઘટી હતી. પરિવારમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતું.હાલ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.