Abtak Media Google News

બ્રિગેડિયર અજીતસિંહે સ્કુલના વિદ્યાર્થીઓની પરેડની ચકાસણી અને શાળા સ્વચ્છતા નીહાળી

ડોળિયા ગામે આવેલ ઉતરબુની યાદી વિદ્યાલય ખાતે ( એનસીસી)ના વિદ્યાર્થી ની પરેડ તથા ડીસિપ્લીન ની ચકાસણી માટે રાજકોટ ગ્રુપ હેડકવતરના કમાંડર બ્રિગેડિયર અજીતસિંહ ના ઓએ મુલાકાત કરેલ તેઓની સાથે ૨૬.ગુજરાત બટાલિયન એન સી સી ના સુબેદાર મેજર અને પી.આઇ સ્ટાફસાથે રહેલ જેમાં કમાન્ડર બ્રિગેડિયર અજીતસિંહ એ સ્કુલ ના વિદ્યાર્થીઓ ની પરેડ ની ચકાસણી તથા શાળા ની સ્વચ્છતા નિહાળી જેમાં શાળા ની બાળા ઓ ને શિક્ષણ ક્ષેત્રે તેમજ  સામાજિક ક્ષેત્રે આગળ વધીને શાળાતથા સમાજ નું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરી.

Advertisement

આ કાર્યક્રમ માં સ્કુલ ના આચાર્ય શ્રી તથા એન સી સી ફસ્ટ ઓફિસર શંભુ ભાઈ તેમજ શાળા પરિવાર નો તમામ સ્ટાફ અને આર્મી સ્ટાફ હાજર રહેલ.અને આ સંસ્થાની સારી કામગીરી બદલ બ્રિગેડિયર સાહેબ તરફ થી એક યાદગાર ચિન્હ એનાયત કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.