Abtak Media Google News

નરસિંહ મહેતા ઉદ્યાનમાં ચેકિંગ દરમિયાન ગાર્ડ ગેરહાજર જણાતા સાંઈ સિકયોરીટીને રૂ.૧૦ હજારનો દંડ

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનો બંગલો જયાં આવેલો છે તે રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલો કોર્પોરેશનનો બગીચો રેઢો હોય તેવું લાગી રહ્યું છે. ચેકિંગ દરમિયાન નરસિંહ મહેતા ઉઘ્ધાનમાં સિકયોરીટી ગાર્ડની ગેરહાજરી સબબ સાંઈ સિકયોરીટીને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિજિલન્સ શાખા દ્વારા ગત ૫મી માર્ચના રોજ રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલા નરસિંહ મહેતા ઉઘ્ધાનમાં સવારે ૯ કલાકે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં સિકયોરીટી ગાર્ડની ગેરહાજરી જોવા મળી હતી.જે સંદર્ભે એજન્સીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. નોટીસનો જવાબ યોગ્ય ન લાગતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ સાંઈ સિકયોરીટી એજન્સીને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.