Abtak Media Google News

કોર્ટની મુદતેથી ખાનગી કારમાં પરત ફરતી વેળાએ ઉલ્ટીનો ઢોંગ કરી નાસી છુટયો: નોંધાતો ગુનો

રાજકોટ સેન્ટ્રલ જેલ પર માઠી બેઠી હોય તેમ કાચા કામનો કેદી કોર્ટની મુદતેથી પરત ફરતી વેળાએ ઉલ્ટી થવાનું ઢોંગ કરી પોલીસમેને હાથકડી ખોલતા જ બંને પોલીસમેનને ધકકો મારી ભાગી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોપીને જામીન બોગસ દસ્તાવેજમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હજુ થોડા દિવસો પહેલા જ સિવિલ હોસ્પિટલમાંથી મર્ડરનાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વધુ એકવાર સેન્ટ્રલ જેલનાં કાચા કામના કેદી જયદિપ પરમાર કોર્ટ મુદતમાંથી પરત ફરતી વેળાએ ઉલ્ટી થવાનું ઢોંગ કરી પોલીસમેને હાથકડી ખોલતા બંને પોલીસમેનને ધકકો મારી નાસી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

પીપળીયા હોલ પાસે રામેશ્ર્વરમાં રહેતા આ શખ્સને જમીન કૌભાંડનાં ગુનામાં પાંચ મહિના પહેલા જ નામચીન અજય રાયધન બોરીચા જમીનનું કૌભાંડ બોગસ સાટાખટ ઉભુ કરી જમીન માલિક પાસે બે કરોડની ખંડણી માંગી હતી એ ગુનામાં અજય સાથે જયદિપ પણ સામેલ હતો. ભાગેડુ કેદી જયદિપ સુરેશ સામે પ્રનગર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

ફરિયાદ મુજબ જયદિપ પરમારની કોર્ટની મુદત પુરી થયા બાદ તેને કોર્ટમાં જેલ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે આરોપીને એકા-એક ઉલ્ટીનાં ઉબકા આવતા પોલીસમેને કાર બાજુમાં ઉભી રાખી જયદિપ પરમારને ઉલ્ટી કરાવવા માટે નીચે ઉતાર્યો હતો ત્યારે અચાનક પોલીસમેનને ધકકો મારી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનાં પી.આઈ બી.એમ.કાતરીયા રાહબરીમાં પીએસઆઈ બી.પી.વેગડા અને બાબુલાલ ખરાડીએ જયદિપ પરમાર વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.