Abtak Media Google News

૧૩ ઓકટો. ૧ર વીર જવાનોના પરિવારજનો તથા મુક બધીર બાળકોના હસ્તે શો રૂમનું ઉદધાટન કરાશે

અદ્યતન ટેકનોલોજી સાથે ઉત્કૃષ્ટ વોટર સોલ્યુશન પ્રદાન કરતા ફાલ્કન પમ્પસ દ્વારા ૧૩ ઓકટો.સુરત શહેરના કામરેજ વિસ્તારમાં કંપનીના અદ્યતન શો-રુમનું ઉદધાટન કરવામાં આવી રહ્યું છે. દેશના નાગરીકોની સુરક્ષા કરવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રઘ્ધાંજલી પાઠવતા ૧ર વીર જવાનોના પરિવારજનોના હસ્તે તેમજ મુક બધીર બાળકોના હસ્તે શો-રુમનું ઉદધાટન કરવામાં આવશે. જે પ્રસંગે કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ધીરજલાલ સુવાગીયા તેમજ એકિઝકયુટીવ ડિરેકટર કમલનયન સોજીત્રા તેમજ જગદીશભાઇ કોટડીયા, હરસુખભાઇ સુવાગીયા, પારસભાઇ શીગાળા વગેરેની ઉ૫સ્થિતિમાં કરવામાં આવશે.

મહત્વનું છે કે ફાલ્કન પંપ વિશ્ર્વસ્તરીય ડીઝાઇન અને ટેકનોલોજીનો અનોખો સુમેળ ધરાવે છે. ફાલ્કન પંપ હંમેશાથી ઇનોવેશન અને ગુણવત્તાયુકત સોલ્યુશન પ્રદાન કરવા ઉપર કેન્દ્રીય રહ્યું છે. અને આ વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અદતન ટેકનોલોજીથી સજજ પ્રોડકટસ રજુ કરી છે જે ખેડુતો  અને ઔઘોગિક સમુહન. ખુબ જ ઉપયોગી સાબીત થઇ છે.

રાજકોટ સ્થિત અને સમગ્ર ભારતના ફાલ્કનના એસ.એસ. પંપ સેટની ડિઝાઇનનો લાભ લઇ અન્ય કંપનીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે જે ફાલ્કનના સંશોધનનું અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

Inauguration-Of-The-Latest-Show-Room-Of-The-Falcon-Pumps-In-The-Kamrej-Area-Of-Surat

ફાલ્કન પંપની વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અઘતન ટેકનોલોજીથી જે પ્રોડકટસ રજુ કરી છે, તેમાં ૩૫ ટકા થી ૫૦ ટકા જેવી વિજળીની મહાબચત, ઝીરો મેઇન્ટેનન્સ, નહીવત જાવળણી ખર્ચ અને ૧૦ વર્ષથી વધુને લાઇફ સાયકલ જેવા ગ્રાહકલક્ષી ફાયદા ધરાવતી ૨૨૦૦ થીવધુ પંપની વિશાળ શ્રેણી  તેમજ આઇએસઆઇ- આઇએસઓ ૧૪૦૦૦-૨૦૧૫ જેવા પર્યાવરણના સટીફીકેટ ધરાવતી કંપનીનો સુરત ખાતે અત્યાધુનિક ભવ્ય રીટેઇલ અને હોલસેલ શો-રુમ શરુ થવા જઇ રહ્યો છે.

ઉતર, દક્ષિણ અને મઘ્ય ગુજરાતના ગ્રાહક મિત્રોને કંપની શો-રુમ ઉપરથી વ્યાજબી અને ફિકસ ભાવે પંપ સેટ સાથે કંપનીના કેબલ અને વાયર, સ્પેટર્સ, એચ.ડી. પી.ઇ. પાઇપ્સ, કોલમ પાઇપ, રીજીડ પીવીસી પાઇપ્સ, પ્લમ્બીંગ ફીટીગ્સ ઇલેકટ્રીક સ્ટાર્ટર, બુસ્ટ પંપ સેટ, સુએજ પંપ, ડીવોટરીગ પંપ, એસી-ડીસી સોલાર પંપ સેટ સોલાર પેનલ એસી-ડીસી કંટ્રોલર એમ.એસ. જી.આઇ. પાઇપનું સ્ટ્રકચર વગેરેની વિશાળશ્રેણી હાજરમાં મળી રહેશે.

આ તકે ફાલ્કનના ચેરમેન  ડિકેરટકરો ગુજરાત રાજયના  તમામ મંત્રીઓ, સચિવો આઇ.એ.એસ. તેમજ આઇ.પી.એસ અધિકારીઓ, સહકારી અધિકારીઓ, એન.જી.ઓ. ના ચેરમેન ઓ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સ, ગ્રામ સેવક, સરપંચઓ, સામાજીક આગેવાન, સહકારી મંડળીઓના પ્રમુખઓ સહકારી ક્ષેત્રના આગેવાનો, હોસ્પિટલ, હોટલ, એજયુકેશન પ્રમુખ હોદેદારો મિત્રો તેમજ સભ્યોઓનો આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.