Abtak Media Google News

ડોક્ટર એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. કોઈ પણ અશક્ય કામને આંજે ડોક્ટર શક્ય કરી બતાવે છે. ૧૦૮ની ટીમ પણ આ કાર્યમાં એટલો જ સહયોગ આપે છે. થોડા સમય પહેલા જ મેંદરડામાં વિડીયો કોલ દ્વારા ડીલેવરી કરાવી હતી ત્યારે ફાટી એક વખત આજે ૧૦૮ ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં રિક્ષામાં પ્રસુતાને ડીલેવરી કરાવવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે જ્યાં અરવિંદભાઈ દેવીપુજકના પત્ની ચકુબેન ઓટો રીક્ષામાં ડીલવરીના ચેકઅપ માટે જઈ રહેલી મહિલાને હોસ્પીટલે પહોંચતા પહેલા જ પ્રસવ પીડા શરુ થઈ હતી ત્યારે ૧૦૮ને કોલ કરી બોલવામાં આવી હતી અને 108ની ટીમે ઘટના સ્થળે આવી રસ્તા વચ્ચે જ રીક્ષાને કપડાથી ઢાંકી ડીલેવરી કરાવી હતી. આ ડિલિવરી માં બાળક અને માતા બંને સ્વસ્થ છે.

Screenshot 2 27

રિક્ષાચાલકની સતર્કતાને કારણે માતા-બાળકનો જીવ બચ્યો

ચકુબેન રિક્ષામાં ચેકપ માટે જઈ રહ્યા હતા ત્યારે પાલનપુરના પાટિયા નજીક મહિલાને પ્રસવ પીડા શરુ થતા તેની હાલત બગડી હતી. ત્યારે રિક્ષા ચાલકે ત્યારે જ ૧૦૮ ને ફોન કરી દીધો હતો અને ૧૦૮ની ટીમને જાણ થતા જ રાંદેર લોકેશનના ઈએમટી (ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન) શબ્બીર બેલીમ અને પાઈલોટ તેજસભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા. ઈએમટી દ્વારા તપાસ કરાતા મહિલાને લોહી વહી ગયું હતું અને બાળકનું માથું દેખાવા લાગ્યું ત્યારે કોઈ પણ તાત્કાલિક રિક્ષામાં જ ડીલેવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

Screenshot 3 16

રિક્ષામાં જ ડીલેવરી કરવાનો નિર્ણય કર્યા બાદ આસપાસથી ચાદરો મંગાવી હતી અને રિક્ષાને ઢાંકી દેવામાં આવી હતી. ત્યારબાદ તબીબોના માર્ગદર્શન હેઠળ પ્રસુતાની ડીલેવરી કરાવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બન્નેને રાંદેર હેલ્થ સેન્ટર ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.