Abtak Media Google News

ભારત હજુ પણ સંસ્કૃતિ પ્રધાન દેશ છે જ્યાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું આજે પણ એટલું જ મહત્વ છે. આજે પણ ઘરને એક તાંતણે બાંધી રાખવામા અને ઘરને સંપૂર્ણરીતે સાંભળી રાખવામા ઘરની સ્ત્રીઓ જ આગળ હોય છે. ઘરના પુરુષ ગમે તેટલું કમાતા હોય પરંતુ જો સ્ત્રી એ ધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહે છે તો ઘર વિખેરાતા વાર નથી લગતી. એવી જ કઈક એક વાત કહેવા માંગુ છું અહી.. જેમાં ઘરની વહુની કુશળતા ઘરને સાચવી રાખવામા કેટલી ઉપયોગી નીવડે છે એ દર્શાવ્યું છે.

360 F 269321996 J9F15C8Fp4W9Sugrje1Qto9Mbktice3B

સેજલ એક સમજદાર ભણેલી ગણેલી વહુ. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા જ કૃણાલ સાથે થયા છે. સેજલ અને કૃણાલ બંને સારી પોસ્ટ પર જોબ કરે છે જેનાથી સેજલના સસરા પક્ષમાથી કોઈને પણ આપત્તિ નથી. તેના પરિવારમાં સાસુ-સસરા, એક નાની નણંદ છે. પરંતુ ખરી પરિસ્થિતિની શરૂઆત તો ત્યારે થાય છે જ્યારે કોઈ ફંક્શન કે વાર તહેવારની વાત આવે તે સમયે સેજલ ખૂબ સારી રીતે બધુ સાંભળે અને સંબંધીઓને પણ યોગ્ય ભેટ અને સહકાર આપીને આનંદ માણે છે. આ બધુ સરખું જોઈને સેજલના પાડોશી ભાભીઓને કઈક ન ગમતી લાગણી અનુભવતી હતી કારણકે તેઓ બધી બહુ ઉડાઉ અને વગર વિચાર્યે ખર્ચા કરવા વાળા હતા. જે સમયમાં જેટલું ખર્ચા થાય એના કરતાં અનેક ગણો ખર્ચ એ કરવામાં માનતા હતા. પોતાના સંતાનોને પણ મોઢે માંગી વસ્તુઓ આપવામાં માનતા હતા. જ્યારે સેજલને સંતાન પ્રાપ્તિ થયી ત્યારે તેનો ઉછેર પણ એ રીતે જ કરતી હતી જેમાં તેના ભાવિનું યોગ્ય ઘડતર થાય.

એક દિવસની ઘટના એવી ઘટી કે જ્યારે પડોશની ભાભીના પતિનો  બિઝનેસ ખાડે ગયો અને બધી જાહોજલાલીભરી જીવનશૈલીને વિદાઇ આપવી પડી અને સંતાનોના સારા ભવિષય અને સારા ભણતરના ખર્ચ માટેની પણ બચત નહોતી કરવામાં આવી. તેવા સમયે તેઓને સેજલે કરેલી તેની નાણાની બચત અને ઘરમાં સંતોષકારક રીતે ખર્ચ કરેલા રૂપિયાનું મૂલ્ય સમજમાં આવ્યું. તે કપરા સમયે પડોશીની હાલત ન જોવાતા સેજલે ઘરના સભ્યોની પરવાનગી લઈ પડોશીની મદદ કરવાનો નિર્ણય લીધો અને તેમને એક દુકાન લઈ ભાડે આપવાનું પ્રસ્તાવ મૂક્યો અને બધુ કાયદાકીય રીતે થાય તેવું પણ જણાવ્યુ હતું. તેવા સમયે એ પાડોશી માટે તો આ તક એક સોનાની તક સમાન સાબિત થયી અને તેના વિકટ સમયે સેજલે પણ તેને દરેક રીતે સાથ સહકાર આપી પેલી કહેવત ખરી સાબિત કરી કે પહેલો સગો પાડોશી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.