Abtak Media Google News

 જામનગર માં સમર્પણ સર્કલ પાસેથી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફે એક તસ્કરને ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો છે. જેણે તાજેતરમાં મોબાઈલ ફોન ની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

Advertisement

 જામનગર શહેરમાં મોબાઈલ ફોનની ચોરીના ગુના વધી ગયા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન સમર્પણ સર્કલ પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાયો હતો.

 જેને અટકાવીને પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સાજીદ હનીફભાઈ શેખ અને ગુલાબ નગર વિસ્તારમાં રહેતો હોવાનું તેમજ સીસીટીવી કેમેરા ણી ફીટીંગ નું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

 જેની તલાસી લેતાં તેના કબજા માંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેના બિલ આધાર વગેરેની માંગણી કરતાં રજુ કરી શક્યો હતો, અને તેણે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી લીધી હતી. તેથી પોલીસે તેની અટકાયત કરી લઇ ચોરાઉ મોબાઈલ ફોન કબજે કર્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.