Abtak Media Google News

કોઈપણ પુરાવા વગર કોકાકોલા અને થમ્સઅપને લોક આરોગ્ય માટે જોખમી ગણાવી પ્રતિબંધ મૂકવાની જાહેરહિતની અરજી કરાતા સુપ્રીમ કોર્ટનું આકરૂ વલણ

લોકશાહીના ચાર સ્તંભમાંથી ન્યાયતંત્રને ત્રીજો સ્તંભ માનવામાં આવે છે. કોઈપણ નાગરિક પોતાને થયેલા અન્યાય બદલ ન્યાયતંત્રના દ્વાર ખટખટાવીને ન્યાયની માંગણી કરી શકે છે. દેશમાં ન્યાયતંત્રની વિસ્તરતી જતી ભૂમિકાથી છેલ્લા થોડા દાયકાઓમાં જાહેર હિતને સ્પર્શતા મુદાઓ પર જાહેરહિતની અરજી દ્વારા અન્યાયકારી વલણ સામે ન્યાય માંગવાની પ્રથા વધતી જાય છે. પરંતુ, સમયાંતરે જાહેર હિતની અરજીનો ગેરપયોગ પણ થવા લાગ્યો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે.

Advertisement

કોકાકોલા, થમ્સઅપ પીણા પીવાથી લોક આરોગ્યને નુકશાન થતુ હોવાના મુદા પર જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફગાવી દીધી છે. માત્ર એટલું જ નહી જાહેર હિતની અરજીનો ગેરપયોગ કરનારા સામાજીક કાર્યકરને રૂપાંચ લાખનો દંડ પણ ફટકાર્યો છે.

ન્યાયમૂર્તિડીવાય ચંદ્રચુડ, હેમંત ગુપ્તા અને અજય રસ્તોગીની બેંચે જાહેર હિતની અરજી કરનારા સામે પ્રશ્ર્ન કર્યો હતો. આ અરજીમાં કોલ્ડડ્રીંકની બે બ્રાન્ડ ઉપર જ કેમ સવાલઉઠાવ્યા છે.

અરજદાર ઉમેદસિંહ ચાવડા એ કોઈપણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનાં જ્ઞાન વગર જ આ મુદે જાહેર હિતની રજી કરી હતી.

ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો. આ ઠંડા પીણા આરોગ્ય માટે જોખમી હોય અને તેના વેચાણ ઉપર ફરજીયાત પ્રતિબંધ મૂકાવો જોઈએ અરજદારને કોઈપણ પ્રકારની ટેકનીકલ મુદા અને વિષય વસ્તુ અંગે કોઈ જ્ઞાન વગર જ અરજી કરી હતી. અરજીમાએવી કોઈ સ્પષ્ટતા કે ખાસ કારણ પણ દર્શાવાયું નથી. કે પ્રતિબંધ અને વેચાણ અટકાવવાની માંગણી શા માટે ચોકકસ બે બ્રાન્ડનેજ પસંદ કરીને કાયદાના સંકજામાં લેવાનો પ્રયાસ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે એવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો કે આ અરજી બ્રાહ્ય કારણ અને દોરી સંચારને લઈને કરી હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. જાહેરહિતની અરજીના અધિકારીનો સરેઆમ દૂરપયોગ થયાનું સાબિત થાય છે.

અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે બંધારણની કલમ ૩૨ મુજબ ન્યાય ક્ષેત્રનાં પરિક્ષેપમાં જાહેરહિતનો આમુદો બિન જરૂરી ઉઠાવવામાં આવ્યો છે. ન્યાયતંત્રને ગેરમાર્ગે અને સમયનો દૂરપયોગ કરવાની ચેષ્ટા કરનારને દંડ કરવામાં માત્રને માત્ર બાહ્ય દોરી સંચારને કારણે કરવામાં આવેલી અરજી અદાલત ખારીજ કરીને જાહેર હિતની અરજી કરનાર ઉમેદસિંહ ચાવડાને એક જ મહિનાની મુદતમાં રૂ૫ લાખનો દંડ ભરવાનો આદેશ જારી કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.