Abtak Media Google News

તાજેતરમાં વેરાવળ બંદરમાંથી નવીન પ્રકારનો ઝીંગો મળી આવેલ છે. આ ઝીંગાનો દેખાવ કઈક પથ્થર જેવો છે. લાંબા દિવસની માછીમારી કરતી બોટમાં આ પ્રકારનો નવીન ઝીંગો માછીમારને તેની જાળમાં પકડાયેલ. વેરાવળના ભીડીયા વિસ્તારમાંથી આ ઝીંગાને વેરાવળની ફિશરીઝ કોલેજમાં લાવવામાં આવેલ.

જ્યાં ડો. જીતેશ સોલંકી, ડો. પ્રકાશ પરમાર તેમજ ડો. હિતેશ પરમાર દ્વારા આ ઝીંગાની ઓળખાણ રોક શ્રિમ્પ તરીકે કરવામાં આવેલ. ઝીંગાનું વૈજ્ઞાનિક નામ સાયકોનીયા પેરાજેપોનીક્સ છે, જે અંદમાન , ફિલિપાઇન્સ, ચાઇના, તાઇવાન, ઓસ્ટ્રેલિયા વગેરે માં જોવા મળે છે. ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારામાં આ અગાવ વર્ષ 2013 માં કેરળના કોલામમાં આ પ્રજાતિનો ઝીંગો જોવા મળેલ. ગુજરાતમાં પ્રથમ વખત મળેલ રોક શ્રિમ્પનો ઉપયોગ બીજા દેશોમાં આહાર તરીકે થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.