Abtak Media Google News

કેન્સરનાં દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. તમાકુ તથા સોપારીના રોવનથી થતા મોઢા, જીભ તથા ગળાના કેન્સરમા ખૂબ મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ હૃદયમાં કેન્સરની ગાંઠ થવી તે ખૂબજ જજુ સંખ્યામાંક જોવા મળતી હોય છે. હૃદયમાં થયેલી કેન્સરની ગાંઠનું જટીલ ઓપરેશન સૌરાષ્ટ્ર કચ્છની સુપ્રસિધ્ધ અને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને સુવિધા પૂરી પાડતી રાજકોટની એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતે કાર્ડિયો થોરાસીક એન્ડ વાસ્કયુલર સર્જન ડો. જયદિપ રામાણી દ્વારા કરવામાં આવેલ હતુ.

Advertisement

ઉનાના રહેવાસી, ભગવાનભાઈ ઉ.૪૦ કે જે હૃદયના કેન્સરની ગાંઠથી ૫-૬ મહિનાથી પીડાતા હતા ૧-૨ મહિનાથી તેમની પરિસ્થિતિ ખૂબ બગડતા એક મહિના પહેલા રાજકોટની અન્ય એક ખાનગી હોસ્પિટલમાં તેમના હૃદયમાં ગાંઠ હોવાનું નિદાન થયેલ. વોકહાર્ટ હોસ્પિટલ ખાતે દર્દીને દાખળ કરવામાં આવતા ગાંઠની બાયોપ્સી કરાવતા આ ગાંઠ કેન્સરની હોવાનું નિદાન થયેલ.

આ કેસમાં કેન્સરની ગાંઠ લગભગ ૭-૮ સેન્ટીમીટર મોટી હતી આવા ઓપરેશનમાં દર્દીના જીવને વધારે જોખમ હોય છે.પણ આ જોખમ સાથે આ દર્દીના હૃદયમાંથી કેન્સરની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. દર્દીને એક દિવસ આઈસીયુ અને બે દિવસ વોર્ડમાં રાખીને ત્યાં બાદ રજા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.