Abtak Media Google News

પ્રાચીન સમયથી બનતી બનારસી સાડી, કાંજીવરમ સાડી, આનીં સાડી, લેંઘા, ચોલી, શરારા તેમજ ઇન્ડો વેસ્ટર્ન તદ્ન ન્યૂ કલેક્શનનો ખૂલશે પટારો

ઈકાશા મલ્ટી ડિઝાઇનર સ્ટોરમાં ભારતભરના ખ્યાતનામ 30થી વધુ ફેશન ડિઝાઇનરના ડિઝાઇન કરેલા આઉટફીટ અને એમની સાથે મેચિંગ બધી એસેસિરીઝ એક જ જગ્યાએ હાજર જોવા મળશે. રાજકોટ કે સૌરાષ્ટ્રના લોકોએ ડિઝાઇનર આઉટફીટ અને એસેસરીઝ માટે હવે ઓનલાઇન કે અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જવાની જરૂર નથી હવે રાજકોટમાં જ બધું જોઈ ચેક કરી આપની ચોઇસ અને બજેટ પ્રમાણે બધા જ ડિઝાઇનરના બ્રાન્ડ સ્ટોરમાં ઉપલબ્ધ બધી જ વસ્તુ એ જ  પ્રાઈઝમાં રાજકોટથી ખરીદી શકાશે.

Advertisement

વડાલિયાએ જણાવ્યું હતું કે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા નિશા વડાલિયાએ જણાવ્યું હતું કે ઈકાશામાં આપને યુવાથી લઇ બધી ઉંમરની મહિલાઓ માટે ડિઝાઇનર આઉટફીટ સાથે જ એના મેચિંગ જ્વેલરી, બેલ્ટ, કલચિસ, પર્શ અને ફૂટવેરની વિશાળ અને એક્સ્ક્લુસિવ પ્રીમિયમ રેન્જ અહી જોવા મળશે.

ઈકાશામાં ભારતભરના પ્રખ્યાત શહેરો અને વિવિધ પ્રાંતની પ્રાચીન સમયથી બનતી બનારસી સાડી, કાંજીવરમ સાડી, આર્ની સાડી, લેંઘા – ચોલી, શરારા – ઘરારા તેમજ ઈન્ડો વેસ્ટર્ન તદ્દન ન્યુ કલેક્શન જે આજ સુધી આપણે જોયું જ નહીં હોય તે બધું જ આપને હવે રાજકોટમાં મળી શકશે.

આજકાલ દરેક પ્રસંગ જેમ 8-10 અલગ અલગ થીમ પર ઉજવાતા હોય છે. દરેક થીમ અને પ્રસંગને અનુરૂપ ડિઝાઇનર આઉટફીટ અને એસેસરિઝ આપને ઈકાશામાં મળી શકશે તેમજ અહીંયા આપના પ્રસંગને અનુરૂપ ડિઝાઇનર આઉટફીટ અને એમના રીલેટેડ એસેસરીઝ માટે જરૂરી માર્ગદર્શન પણ અનુભવી ડિઝાઇનરો દ્વારા આપવામાં આવશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રાજન વડાલિયા, નિશા વડાલિયા તેમજ વત્સલ વડાલીયા, પરકીન રાજા અને સુરેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.