Abtak Media Google News

ડો હિમાંશુ ઠક્કર ગણતરીની કલાકોમાં કરી સફળ સર્જરી

રાજકોટ વિદ્યાનગર રોડ પર આવેલી ડો હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો નોંધાયો.જેમાં અરિફા રહીમભાઈ સૈયદ ઉમર ૯ વર્ષ રાજકોટના રહેવાસી છે. દર્દી ના માતા શબાના બેનના જણાવ્યા મુજબ તેમની દીકરી છેલ્લા સાડા ત્રણ વર્ષ થી ખુબજ હેરાન પરેશાન થઈ ગઈ હતી. કેમકે તેના જમણી બાજુ ના નાક માંથી રસી લોહી અને દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. તેઓએ અનેક જગ્યાએ દવાઓ લીધી એક્સ રે કરાવ્યા પરંતુ કોઇજ ફરક ના પડતા. તેઓ આરિફાને ડો હિમાંશુ ઠક્કર ની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા.

ડો હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેની જમણી બાજુ નાકમાં કંઇક ઊંડે ફસાયેલ છે. ત્યાર બાદ તાત્કાલિક ધોરણે સારવાર શરૂ થઇ હતી. બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં ફસાયેલ વસ્તુ ગણતરીની મિનિટો માજ કાઢી આપી હતી. તપાસ કરતા માલુમ થયું કે તે વસ્તુ ક્રેયોન એટલે કે મીણીયા કલરના બે ટુકડા હતા કે જે સાડા ત્રણ વર્ષ થી નાકમાં ફસાયેલ હતા.

તેના લીધે જ વારંવાર આરીફાને ઇન્ફેક્શન થતું હતું. કોઈ દવાની અસર થતી નહોતી. આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે નાની ઉંમર નાકનું કાણું ખુબજ નાનું અને સાંકડું અને તે કલર ના ટુકડા જે સાડા ત્રણ વર્ષ થી નાક માં ફસાયેલ હતા. તે નાક ની અંદર ની ચામડી સાથે ચોંટી ગયા હતા.

આવા વિકટ સંજગોમાં ડો હિમાંશુ ઠક્કર દ્વારા ખુબજ કુનેહપૂર્વક દૂરબીનથી ગણતરી ની મિનિટો માં જ કોઈ પણ જાત ની તકલીફ વગર દૂરબીન વડે કાઢી આપી. બાળકી ને યાતના મૂકત કરી હતી. અને આરીફાં ના માતા પિતાએ ડૉ ઠક્કર સાહેબ નો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો. કદાચ મેડિકલ ફિલ્ડ નો આ એક ખુબજ અનોખો અને એક માત્ર કિસ્સો હોઈ શકે છે કે,જેમાં કોઈ વસ્તુ આટલા નાના બાળક ના નાક માં એટલો લાંબો સમય સુધી રહી.

આ કેસ ના અન્ય વિકટ સજોગો એ હતા કે દૂરબીન થી કાઢતી વખતે જો તે કલરના ટુકડા નાકમાં પાછળ જ તા રહે અને શ્વાસનળીમાં ફસાઈ જાય તો ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે છે. આવા અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં માહિર એવા ડો હિમાંશુ ઠક્કરે આરિફાં કે જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી હેરાન થતી હતી તેને યાતના મૂકત કરી. ડો ઠક્કર હોસ્પિટલ ખાતે દાંત તથા કાન નાક ગળા ના તમામ રોગો નું અત્યાધુનિક સાધનો દ્વારા નિદાન અને સારવાર ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.સરનામું ડો ઠક્કર હોસ્પિટલ 202 લાઇફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. 0281 – 2483434

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.