સુપોષિત ગુજરાત કરશે સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ

ગુજરાતને કુપોષણના ચંગૂલમાંથી બહાર લાવવાના ભગીરથ અભિયાનને સફળતા

આપણે સહુ જાણીએ છીએ કે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિઓ સારા સમાજની રચના કરી શકે છે અને સારા સમાજ દ્વારા સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. માટે સક્ષમ રાષ્ટ્ર બનાવવા માટે પોષણ અત્યંત મહત્વની બાબત છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પોષણને મહત્વ આપવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ સહી પોષણ દેશ રોશનનો મંત્ર દેશને આપ્યો છે. તેમણે દેશમાં પોષણ માટે જાગૃતિ આવે તે માટે પોતાના મન કી બાત કાર્યક્રમમાં અનેક વખત વાતો કરી છે. તેઓ રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાતને કુપોષણના ચંગૂલમાંથી બહાર લાવવા માટે અનેક પ્રયાસો અને યોજનાઓ હાથ ધરી હતી.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા પથ પર ચાલી આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોષણના ઉદ્દેશ્યથી એક યોજના અમલમાં મુકી છે, ,જેનું નામ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના . જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે અને તેના છ મહિના બાદ જો તેને યોગ્ય પોષણ મળી રહે તો તે માતા અને તેના બાળક બંન્નેનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. તેના માટે રાજ્યની ગર્ભવતી અને ધાત્રીમાતાઓને 1 હજાર દિવસ સુધી વિના મૂલ્યે એક કિલો તુવેર દાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્ય તેલ દર મહિને આપવામાં આવશે. આ યોજના માટે રાજ્ય સરકાર વર્ષે 800 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હાલમાં જ વડોદરાથી ગુજરાત ગૌરવ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ યોજના ગુજરાતના ભવિષ્યને સ્વસ્થ અને સક્ષમ બનાવવાના માટે પાયારૂપ  બની રહેવાની છે.

શાળાએ ન જતી 11 થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ માટે “સ્કીમ ફોર એડોલસન્સગર્લ્સ યોજના કાર્યરત: 300 દિવસ માટે  પુરક પોષણ આહાર અપાય છે

 

બાળકોના ખોરાકમાં અનાજનું પ્રમાણ વધે અને તેના દ્વારા પ્રોટીન અને કેલેરીના પ્રમાણને વધારવા માટે સુખડી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં ઈઋઝછઈં અને પોષણ યુક્ત આહારના નિષ્ણાતો દ્વારા નિયત કરેલી પદ્ધતિથી સુખડી બનાવવામાં આવે છે અને આંગણવાડીમાં બાળકોને અઠવાડિયામાં એક વાર આપવામાં આવે છે. રાજ્યની શાળમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પીએમ પોષણ યોજના રાજ્યની અંદાજીત 32 હજાર શાળાઓમાં અમલી છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં બાળક દીઠ 100 ગ્રામ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળક દીઠ 150 ગ્રામ પુરવઠો આપવામાં આવે છે.

રાજ્યના બાવન લાખથી વધુ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ મધ્યાહન ભોજન આપવામાં આવી રહ્યું છે. આ સાથે આ યોજના અંતર્ગત બાવન લાખથી વધુ વિદ્યાર્થીઓને 15,091 મેટ્રીક ટન ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.  સાથે રાજ્યમાં પોષણ માટે અન્ય યોજનાઓ પણ કાર્યરત છે. રાજ્યની લાખો મહિલાઓને સલામત પ્રસૂતિ અને નવજાત શિશુને આરોગ્ય સેવા પૂરી પાડતી ચિરંજીવી યોજના અમલી  છે. 11 થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ માટે સ્કીમ ફોર એડોલસન્સ ગર્લ્સ શરૂ કરવામા આવી છે. આ યોજના અન્વયે કિશોરીઓને  300 દિવસ માટે પૂરક પોષણ આહાર આપવામાં આવે છે.

ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને એક હજાર દિવસ સુધી વિનામૂલ્યે 1 કિલો તુવેરદાળ, બે કિલો ચણા, અને એક લીટર ખાદ્યતેલ દર મહિને આપવામાં આવી રહ્યું છે

આદિજાતિ વિસ્તારના બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજે પ્રતિ વર્ષ 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોષણયુક્ત દૂધ આપવામાં આવ્યું છે.આદિવાસી વિસ્તારના 5 જિલ્લાઓ માટે પોષણ સુધા યોજના અમલી હતી. જેનો હવે વિસ્તાર કરીને રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓ કરવામાં આવ્યો છે.

આદિવાસી વિસ્તારની બાળાઓનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ શાળાએ આવતી થાય તે બંન્ને હેતુ સર કરવા માટે રાજ્ય સરકારે ધોરણ-8 સુધી અભ્યાસ કરતી આદિવાસી બાળાઓ માટે ખાસ અન્ન સંગમ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત બાળા દીઠ 60 કિલો અનાજ આપવામાં આવે છે. જેમાં સત્ર દીઠ 15 કિલો ઘાઉં અને 15 કિલો ચોખા આપવામાં આવે છે.

બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે  પીએમ પોષણ યોજના રાજયની 32 હજાર શાળાઓમાં અમલી છે

રાજ્યના બાળકોમાં એનેમિયા અને કુપોષણની ખામીના નિવારણ માટે ભારત સરકાર દ્વારા ચોખાનું ફોર્ટીફીકેશન અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તેના વિતરણ માટે પાયોલોટ પ્રોજેકટને  ત્રણ વર્ષ માટે મંજુરી મળેલ છે. તેના માટે ગુજરાત રાજ્યમાંથી નર્મદા જીલ્લાની પસંદગી કરાયેલ છે અને નર્મદા જિલ્લામાં ફેબ્રુઆરી 2020થી ફોર્ટીફીકેશન વાળા ચોખાનું વિતરણ કરવામાં આવેલ છે.  તેમજ એપ્રિલ  2022થી સમગ્ર રાજ્યમાં અમલીકરણ કરવામાં આવેલ છે.

રાજ્યમાં લાભાર્થીઓને પ્રોટીનયુકત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તુવેરદાળ વિતરણની યોજના અમલમાં મુકવામાં આવી  છે. જેમાં તમામ 70 લાખ  ગ.ઋ.જ.અ પરિવારોને દર માસે પ્રતિ કુટુંબ એક કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરથી વિતરણ કરવમાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત વાર્ષિક રૂ. 200 કરોડ ખર્ચ કરવામાં આવે છે.