Abtak Media Google News

રાજયભરમાંથી ભાષા પ્રેમીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, લેખકો, કવિઓ રહ્યા ઉપસ્થિત

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે માતૃ ભાષા ગુજરાતી અંગેની એક કાર્યશિબિર હાલમાં યોજાઈ ગઈ. જેમાં યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહે વર્ણમાળા સ્વર વ્યંજન અંગે સૌને ગુજરાતી ભાષાનું જ્ઞાન અનોખી રીતે પીરસ્યું. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે આ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાષાપ્રેમીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, પ્રબુદ્ધ નાગરિકો, લેખકો-કવિઓ વગેરે ઉપસ્થિત રહ્યા.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહે પાણિનીના વ્યાકરણ આધારિત ગુજરાતી ભાષાની વર્ણમાળા, સ્વર અને વ્યંજનો વિશે શીખવવાનું શરૂ કર્યું, ત્યારે ભાષાના શિક્ષકો પણ આશ્ચર્ય પામ્યા.  અત્યાર સુધીમાં કોઈએ પણ આ રીતે વૈજ્ઞાનિક ઢબે વર્ણમાળા શીખવી ન હોવાનો અભિપ્રાય શિક્ષકોએ વ્યક્ત કર્યો. હર્ષદભાઈ શાહે કહ્યું કે, તમારી સમક્ષ ભાષાનું જે કંઈપણ જ્ઞાન પીરસું છું.

આ શિબિરમાં ઉપસ્થિત કવિ કિશોરભાઈ જિકાદરાએ હર્ષદભાઈ શાહે તૈયાર કરેલી વિષય સામગ્રીને ગુજરાતી વ્યાકરણના પુસ્તકરૂપે પ્રગટ કરવાનો અભિપ્રાય અને આગ્રહ કર્યો, જેને સૌએ વધાવ્યો. જ્યારે કેટલાક શિક્ષકોએ આ વિષયસાગ્રમીનો પાઠ્યપુસ્તકોમાં પણ સમાવેશ કરવાનો વિચાર રજૂ કર્યો. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. કુણાલ પંચાલ રહ્યા, જ્યારે આભારવિધિ ડો. જય ઓઝાએ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.