Abtak Media Google News

ગળાટૂપો દઇ યુવકને મોતને ઘાટ ઉતારી મૃતદેહ ખાટલા પર સુવડાવી દીધો: રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિ નિષ્ણાંત દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં હત્યાનો અપાયો અભિપ્રાય

મોરબીની જવાહર સોસાયટીમાં પ્રેમ પ્રકરણના કારણે આહિર યુવકને ગળે ટૂંપો દઇ પ્રેમિકાના ભાઇએ હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.મૃતક યુવકનું રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેિન્સિક નિષ્ણાંત દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં યુવકનું ગળુ દાબી હત્યા કર્યાનો અભિપ્રાય આપવામાં આવતા મોરબી પોલીસે મૃતકની પ્રેમિકાના ભાઇ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી સો ઓરડી મેઇન રોડ પર રહેતા ચેતન રમેસભાઇ ચાવડા નામના આહિર યુવાનનું જવાહર સોસાયટીમાં રહેતા મહેશ દેવજી વણોલ નામના શખ્સે ગળુ દાબી હત્યા કર્યાની મૃતકની માતા મધુબેન રમેશભાઇ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચેતન ચાવડા ગત તા.10 ફેબઆુઆરીે જવાહર સોસાયટીમાં તેની ગાય અને ઘોડી બાંધવાના વાડે ખાટલા પર બેભાન હાલતમાં હોવાથી તેના મિત્રો સિરાજ, સંદિપ, મહેશ અને અનિશ સારવાર માટે મોરબી  હોસ્પિટલ લઇ જતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. આતી મૃતક ચેતન ચાવડાના મિત્રોએ તેની માતા મધુબેન ચાવડાને જાણ કરી હોસ્પિટલ બોલાવ્યા હતા.

ચેતન ચાવડાના ગળામાં ઇજાના નિશાન હોવાથી પોલીસે રાજકોટ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા તેનું મોત ગળા ટુંપો દઇને થયાનો અભિપ્રાય આપ્યો હતો. ચેતન ચાવડાને જવાહર સોસાયટીમાં રહેતી વર્ષા વણોલ નામની યુવતી સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી વર્ષાના ભાઇ મહેશ વણોલે બે વખત ચેતન ચાવડા સાથે ઝઘડો કર્યાનું અને જવાહર સોસાયટીમાં આવશ તો હત્યા કરીશ તેવી ધમકી દીધાનું મધુબેન ચાવડાએ પોલીસ સમક્ષ જણાવી મહેશ વણોલે પોતાના પુત્ર ચેતન ચાવડાની હત્યા કર્યાનું જણાવતા પોલીસે મહેશ વણોલ સામે હત્યાનો ગુનો નોંધી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પી.આઇ. પી.એ.દેકાવાડીયાએ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.