Abtak Media Google News

ગુજરાતને ગૌરવ અપાવનાર પંજાબના અમૃતસર ખાતે કબડીમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિંછીયા તાલુકાના બંધાળી ગામના સંજયભાઈ ગોહીલ માદરે વતન પધારતા સોમવારે જાહેર અભિવાદન અને રેલી સ્વરૂપે મોઢુકાથી બંધાળી સુધી ભવ્ય સ્વાગત થશે

પાંચાળનું અનમોલ રતન અને જસદણ વિંછીયાને ગૌરવ અપાવનાર સંજયભાઇ ગોહીલ ના ભવ્ય સ્વાગત રેલી અને અભિવાદન સમારોહમાં બહોળી સંખ્યામાં પધારવા પાંચાળ વિકાસ બોર્ડ અને વિંછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી આવનાર સંજયભાઈ પાંચાળની પાવન ધરામાં પ્રથમ વાર પધારતા બંધાળી તેમજ આજુબાજુના ગામડા તેમજ સમગ્ર પંથકમાં ઉત્સાહનું મોજું પ્રસરી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.