Abtak Media Google News

હોમ સર્વિસ માટે નિયત ચાર્જ વસૂલાશે

18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓએ જો નવું આધાર કાર્ડ કાઢવું હશે તો જે-તે વિભાગના અધિકારીઓ ઘેર જઇ નવું કાર્ડ કાઢી આપશે. નવા નિયમની ટૂંક સમયમાં અમલવારી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મોટાભાગની સેવાઓમાં માટે આધાર કાર્ડ ફરજીયાત કરી નાંખવામાં આવ્યું છે. 10 વર્ષથી જે જુનું કાર્ડ અપડેટ કરાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આધાર માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં 18 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા કોઇ વ્યક્તિ નવું આધાર કાર્ડ કઢાવવા માંગતો હશે તો તેને હોમ સર્વિસની સુવિધા મળશે.

નિયત કરાયેલો ચાર્જ વસૂલ કરી તેની પહોંચ પણ આપવામાં આવશે. તેના ઘરની ફિઝીકલ વેરિફિકેશન કરવાનું ફરજિયાત રહેશે. માત્ર 18 વર્ષથી વધુના વ્યક્તિ માટે જ નહિં. નવજાત બાળકો, સિનિયર સિટીઝન, દિવ્યાંગો, સગર્ભા, મહિલાઓ, પથારીવશ દર્દીઓને પણ આ સુવિધાનો લાભ આપવામાં આવશે. આધાર કાર્ડમાં સામાન્ય સુધારા-વધારા કરવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવાની પળોજણમાંથી નાગરિકોને મુક્તિ મળશે.

કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં આ નવા નિયમની અમલવારી શરૂ કરવામાં આવશે. સાથોસાથ ચાર્જ પણ જાહેર કરવામાં આવશે. લોકોને સરળતાથી આધાર કાર્ડ મળી રહે અને તેમાં સુધારા-વધારા સહિતની પ્રક્રિયા સરળ બને તે માટે તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં ઘેર બેઠા આધાર કાર્ડ કાઢવાની સુવિધા પણ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.