Abtak Media Google News

શહેરીજનોને આધાર કાર્ડ અપડેટ કરાવવાની અપીલ કરતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુની.કમિશનર અમિત અરોરા

છેલ્લા 10 વર્ષ દરમ્યાન “આધાર” ઓળખનાં સૌથી સ્વીકૃત પુરાવા તરીકે થઇ આવેલ છે. જેમાં બાયોમેટ્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખ કરવાની જોગવાઈ છે. રહીશો/જાહેર જનતા દ્વારા વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે. 10 વર્ષ પહેલાનાં આધાર કાર્ડ અપડેટ કરવા શહેરીજનોને મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા અપીલ કરવામાં આવે છે.

જે માટે યુઆઇડીએઆઇના તા.09/11/2022નાં જાહેરનામા અન્વયે તમામ આધાર નંબર ધારકોએ આધાર નોંધણી કરાવ્યાથી દર 10 વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તેમનાં દસ્તાવેજોમાં પીઓઆઇ-ઓળખાણનાં પુરાવો અને પીઓએ-સરનામાનો પુરાવોનાં દસ્તાવેજો અપડેટ કરવાનાં થાય છે.

આ પ્રકારનાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ કચેરીઓનાં આધાર કેન્દ્રો (1) ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ (2) ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, પૂર્વ ઝોન, ભાવનગર રોડ તથા (3) હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, વેસ્ટ ઝોન, 150’ રીંગ રોડ, ખાતે કચેરીનાં કામગીરીનાં સમય દરમ્યાન તેમજ બીજા અને ચોથા શનિવારનાં રોજ સવારે 10:00 કલાક થી સાંજે 06:10 કલાક સુધીમાં કરાવી શકાય છે.શહેરીજનોએ ઉક્ત આધાર કેન્દ્રો ખાતે ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા આવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.