Abtak Media Google News

આધાર કાર્ડે વકીલોને ‘આધાર’ વગરના કરી દીધાં: આધાર કાર્ડને બદલે ચુંટણી કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય !

આધાર કાર્ડના કારણે બેન્ક એકાઉન્ટ હેક થયાની શંકા: આઇડી પ્રુફમાં ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ ચલાવવા  રેવન્યુ પ્રેકટીસનરની માગ

સાયબર ભેજાબાજો દ્વારા બેન્ક એકાઉન્ટ, ફેશબુક એકાઉન્ટ સહિતના ડિઝિટલ માધ્યમ હેક કરી મોટી રકમ હડપ કરવાની ઘટના રોજીંદી બની ગઇ છે. સાયબર ભેજાબાજો દ્વારા લીંક મોકલી ફોડ કરતા હોય છે. પરંતુ રાજકોટના રેવન્યુ પ્રેકટરીશ કરતા 35થી વધુ એડવોકેટ બેન્ક એકાઉન્ટ હેક કરી મોટી રકમની ઓનલાઇન છેતરપિંડી થતા ધારાશાસ્ત્રીઓમાં ગોકીરો થઇ ગયો છે. સાયબર ફોડ થયાની વકીલો દ્વારા સાયબર ક્રાઇમના પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે. અને આવતી કાલે પોલીસ કમિશનરને એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવશે તેમજ રાજકોટ જિલ્લાના ઇન્સ્પેકટર ઓફ રજીસ્ટ્રારને ફોટો આઇડીમાં આધાર કાર્ડના બદલે ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ માન્ય રાખવા રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

શહેરના અલગ અલગ આઠ ઝોનમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા જમીન અને મકાનના થતા દસ્તાવેજની નોંધણી સમયે વકીલો દ્વારા પોતાના અસીલની ઓળખ આપવા માટે પોતાનું આધાર કાર્ડ રજુ કરી થંભ કરી પોતાના ફિંગર પ્રિન્ટ સ્કેન કરતા હોય છે. રેવન્યુની પ્રેકટીશ કરતા શહેરના 35થી વધુ વકીલોના બેન્ક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી ગયાની બહાર આવ્યું છે.  બુધ્ધીજીવી વર્ગ ગણાતા વકીલોને સાયબર ભેજાબાજ દ્વારા એક જ માસમાં છેતર્યાનું સામે આવતા વકીલોમાં દોડધામ મચી ગઇ છે. અને અસીલોની ઓળખ આપવામાં વકીલોમાં ગભરાટ થઇ ગયો છે.

એક સાથે 35થી વધુ વકીલો ઓનલાઇન છેતરાયાની ઘટના પગલે રેવન્યુ પ્રેકટીશન એસોસિએશન દ્વારા રાજકોટ જિલ્લાના ઇન્સ્પેકટર ઓફ રજીસ્ટ્રાર અજય સારેલને અસીલોની ઓળખ સમયે વકીલોના આધાર કાર્ડના બદલે ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સને માન્ય રાખવા માગ કરી છે. આધાર કાર્ડ બેન્ક સાથે લીંકઅપ હોવાના કારણે જ સાયબર ભેજાબાજ દ્વારા બેન્ક એકાઉન્ટ હેક કરી ખાતામાંથી નાણા ઉપડી જવાની ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરી છે.  દસ હજારથી ઓછી રકમ બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડવામાં ઓટીપીની જરુર ન હોવાથી સાયબર ભેજાબાજ દ્વારા દસ હજારથી અંદરની રકમ બેન્કમાંથી ઉપાડી લીધાની શંકા વ્યક્તિ કરી છે.સબ રજીસ્ટ્રાર દ્વારા ગરવી-2.0 સોફટવેરને હેકર દ્વારા હેક કર્યો હોય અથવા કોઇએ સોફટવેરનો ડેટા લીક કરીને વકીલોના બેન્ક એકાઉન્ટ રકમ ઉપાડવામાં આવી છે.

જેમાં સોથી સામાન્ય બાબત એ છે કે, તમામ એડવોકેટના બેન્ક એકાઉન્ટમાંથી શુક્રવારે જ રકમ ઉપડી છે. જેના કારણે બેન્કમાં એકાઉન્ટ બંધ કરવાની કાર્યવાહી પણ વકીલો કરી શકતા ન હોવાથી સાયબર ભેજાબાજો સામે કાર્યવાહી ઝડપથી કરવા અને આવા સાયબર ભેજાબાજના બેન્ક એકાઉન્ટ સીઝ કરી ગુમાવેલી રકમ પરત કરાવવા માટે માગ કરવામાં આવી છે.જિલ્લા ઇન્સ્પેકટર ઓફ રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં રેવન્યુ પ્રેકટીશનર એસોસિએશનના પ્રમુખ એન.જે.પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સખીયા, સેક્રેટરી જી.એલ.રામાણી, દિલેશ શાહ, પ્રશાંત વાઢેર, જે.આર.ફુલારા, મનિષ પંડયા, હિતેશ ગઢવી, દિવ્યેશભાઇ શેઠ, હાર્દિકભાઇ બુસા અને ભાવીન મારડીયા જોડાયા હતા. રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટ દ્વારા આવતીકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.