આજ કી પાર્ટી મેરી તરફ સે… અશ્વિને 400 વિકેટ પુરી કરતા કેક કાપી કરી ઉજવણી, જુઓ તસવીરો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે. જોકે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત આ મેચ યોજાઈ અને ટપોટપ બંને ટીમની વિકટે પડતી જોવા મળી. આ સ્ટેડિયમની પિચ અંગે લોકો સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી છે. તેની સાથે સ્પિન બોલર આર.અશ્વિને આ મેચમાં તેની કારકિર્દીની ૪૦૦ વિકેટ પોતાના નામે કરી છે.

હયાત હોટલમાં મેચની જીત અને અશ્વિનની ૪૦૦ વિકેટની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૪૦૦ના ટેગ સાથેની કેક તૈયાર કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા મેચ જીતીને જ્યારે હોટલમાં આવી ત્યારે હોટલ હયાત રેજન્સીના સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે અશ્વિને તેની ૪૦૦ વિકેટ અને ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કેક કાપીને કર્યું હતું, જેમાં તમામ ટીમ મેમ્બર અને કોચ સહિત તમામ લોકોએ અશ્વિન… અશ્વિનના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું, સાથે તમામ ટીમ ઇન્ડિયાના મેમ્બરે અશ્વિનને કેક ખવરાડી હતી.

એમાં ચેતેશ્વર પૂજારા અને અક્ષર પટેલે અશ્વિનના ફેસ પર પણ કેક લગાવીને સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશન બાદ અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને હરિપ્રસાદ મોહન હોટલમાં ગીત ગાતા પણ જોવા મળ્યા હતા, જેમાં અશ્વિન ગીત ગાતા ડાન્સ કરતો પણ નજરે પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને ૧૦ વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં અક્ષર પટેલે ૧૧ વિકેટ ઝડપી હતી. અશ્વિને આ મેચમાં ૭ વિકેટ ઝડપીને કરિયરની ૪૦૦ વિકેટ પૂરી કરી છે. ૧૪૪ વર્ષમાં ૨૨મી વાર એવું બન્યું કે મેચનું પરિણામ બે દિવસમાં આવ્યું હોય.