Abtak Media Google News

ગુજરાતના વિવિધ 101 કલાકારો દ્વારા નિર્માણ થયેલા બેનમુન ચિત્રો જોવાનો અનેરો અવસર: પ્રદર્શન આખો દિવસ ખુલ્લુ રહેશે

અબતક, રાજકોટ

આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા રાજકોટમાં આર્ટ એકિઝબીશનનું આયોજન તા. 31 થી ર જાન્યુઆરી દરમિયાન શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં 100 થી વધુ કલાકારોએ અલગ અલગ વિષયો તથા માઘ્યમોમાં બનાવેલ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ. જેમાં લેન્ડસ્કેપ, રેઝીન આર્ટ, પેન્સિલ આર્ટ, મોર્ડન આર્ટ, ગ્લો પેન્ટીંગ, એબ સ્ટ્રેક સહીતના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એકિઝબીશનના ઉદધાટન પ્રસંગે કેપ્ટન જયદેવ જોશી, આર.જે. વિનોદ, ક્રિષ્ના સ્કુલના સંચાલક તૃપ્તીબેન ગજેરા, હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી, તુષાર પટેલ તથા ઉદયભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય એકિઝબીશન નીહાળવા કલા પ્રેમી જનતાને આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા  વિનંતી કરવામાં આવી છે.

એકિઝબીશનને સફળ બનાવવા સંજયભાઇ કોરિયા, ઉર્વિશા ડાંગર, મોનીકા ડોડીયા, નકુલ મણિયાર, રાજવી પટેલ સહીતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અમારા ત્રીજા એકિઝબીશનમાં રાજકોટીયન્સનો સારો પ્રતિસાદ મળ્યો: સંજય કોરિયા

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સંજયભાઇ કોરિયાએ જણાવ્યું હતું કે બે વર્ષથી આકૃતિ ગ્રુપ કાર્યરત છે. અમે અત્યાર સુધી બે એકિઝબીશન કરવામાં આવેલ જેમાં અમોને સફળતા પ્રાપ્ત થયે આજે ત્રીજું એકિઝબીશન યોજોલ જેમાં અલગ અલગ શહેરોના 100 થી વધુ કલાકારોએ અલગ અલગ વિષયો અને માઘ્યમ પર બનાવેલ કલાકૃતિ જેમાં લેન્ડ સ્કેપ, પોટેટ વોટર કલર, કેનવાસ, કલે આર્ટ વગેરે ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યું છે.આ એકિઝબીશનનો મુખ્ય ઉદેશ્ય યુવા કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવાનો તેઓની કલાને લોકો સુધી પહોચાડવા પ્રોત્સાહીત કરવાનો છે આ ત્રિદિવસીય એકિઝબીશનમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી વિનંતી કરું છું.

યંગ આર્ટિસ્ટોને પ્લેટફોર્મ મળી રહે તે માટે એકિઝબીશન યોજાયેલ: ઉર્વિશા ડાંગર

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન આર્ટિસ્ટ ઉર્વિશા ડાંગરએ જણાવ્યું હતું કે મને પહેલેથી પેન્ટીંગનો શોખ છે. આજે આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા યંગ આટિસ્ટોને પ્લેટફોર્મ મળી રહે તે માટે વર્ષમાં એક થી બે વખત એકિઝબીશન કરવામાં આવે છે. આ ત્રીજું એકિઝબીશન યોજાયું છે. જેમાં 100 થી વધુ રાજકોટ સહિત જુદા જુદા શહેરોમાંથી આર્ટિસ્ટોના ચિત્રો પ્રદર્શિત કરાયાં છે. યંગ આટિસ્ટોને સીનીયર આટિસ્ટોનો અનુભવ, ગાઇડન્સ મળે તે માટે યોજાયું છે. મેં આ વખત નવી થીમ મુજબ પેન્ટીંગ બનાવેલ જેમાં ઓવર લેપીંગ કરી મોર્ડન આર્ટ આપેલ મારા પેન્ટીંગનું નામ રફ સી સોફટ સ્કાઇ પેન્ટીંગ બનાવેલ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.