Abtak Media Google News

90 થી વધુ કલાકારોનું આર્ટ એકઝીબીશન ભાગ લેશે

‘અબતક’ ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાના હસ્તે  એકઝીબીશન ખુલ્લુ મુકાશે

આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા આગામી તા. 31 ડીસેમ્બરથી ર જાન્યુઆરી સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી ડો. શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે 90 થી વધુ કલાકારો પોતાની કલા રજુ કરતા આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.આ આર્ટ એકઝીબીશનમાં કલાકારો દ્વારા અલગ અલગ  વિષયો અને માઘ્યમ પર તેઓએ સર્જેલ કલાકૃતિનું પ્રદર્શન કરવામાં આવશે.

આર્ટ એકઝીબીશન તા. 31મી ડીસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે રાજકોટનાં જાણીતા મહાનુભાવો ‘અબતક ન્યુઝ’ના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા,  કેપ્ટન જયદેવ જોષી, હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી, આર.જે. વિનોદ, શિક્ષણવિદ તૃપ્તિબેન ગજેરા, ઉદય ત્રિવેદી તેમજ આર્ટીસ્ટ તુષાર પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.આ આર્ટ એકઝીબીશન નિહાળવા તેમજ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે.

‘અબતક’ વાતચીતની સાથે ‘અબતક’ ના કાર્ટુનીસ્ટ સંજય કોરીયા  અને તેમના સાથી કલાકારો જયદી પરમાર, નિખિલ ભવસારએ જણાવ્યું હતુંકે આકૃતિ આર્ટ ગ્રુપનું ત્રીજું આર્ટ એકઝીબીશનનો મુખ્ય હેતુ લોકોને કલા વિષે જાણકારી અને નવા કલાકારને પ્રોત્સાહન મળે તેમને આગળ વધવાના તક મળે તે માટે આયોજન કરવામાં આવે છે. આ ગેલેરી લેન્સ કેપ, મેડલ આર્ટ, સ્કેચ આર્ટ આવી વગેરે આર્ટ એકઝીબીશન કલાકૃતિનું પ્રદર્શન કરશે.સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળથી કલાકારો હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.