સાસણમાં સિંહ દર્શન નિહાળી આમીરખાન રોમાંચિત

આજે પત્ની સાથે સાસણમાં જ લગ્નની વર્ષગાંઠ ઉજવશે

સિંહ દર્શન, રાત્રે સીદી બાદશાહનું નૃત્ય જોઈ ખાન પરિવાર ખુશખુશાલ

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સાસણ ગીર ખાતે પોતાની પત્નીની મેરેજ એનેવર્સરી ઉજવવા માટે ત્રણ દિવસના પ્રવાસે આવ્યો છે, ત્યારે ગઈકાલે તેમના પરિવારે ૧૩ સિંહને ગીર નેશનલ પાર્કમાં જોઈ રોમાંચિત થયા હતા. અને જણાવ્યું હતી કે, પહેલીવાર સાસણ આવવાનો મોકો મળ્યો છે, અને વનના રાજા સિંહને વિહરતા જોઈ ખૂબ જ આનંદ થયો છે. ગીરના સિંહ ભારતનું ગૌરવ છે.

બોલિવૂડના જાણીતા અભિનેતા અમીરખાન, તેમની પત્ની કિરણ, દીકરી ઈરા, પુત્ર આઝાદ તથા તેમના પરિવારના અન્ય સભ્યો અને મિત્રો સહિત ૫૦ જેટલા લોકો શનિવારે સાસણ ખાતે પહોંચ્યા હતા અને શનિવારે રાત્રીના તેની પત્ની કિરણને સરપ્રાઈઝ આપતા એક મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં આમિરખાને પોતાના કંઠે રોમેન્ટિક ગીત ગાઈને તેની પત્નીને ખુશ ખુશાલ કરી દીધી હતી.

દરમિયાન ગઈકાલે રવિવારે સવારે ૬ વાગ્યે અમીરખાન તેની પત્ની, બાળકો અને પરિવારજનો સાથે સિંહ સદન પહોંચ્યા હતા અને ત્યાંથી જિપસી દ્વારા નેશનલ પાર્કમાં પહોંચ્યા હતા જ્યાં ત્રણ સ્થળોએ ૧૩ જેટલા વનમાં વિહરતા સિંહના દર્શન કરી અમીર ખાન સહિતનો પરિવાર ખુશાલ ખુશાલ થઇ જવા પામ્યો હતો.સિંહ દર્શન કરી આવ્યા બાદ આમિરખાને જણાવ્યું હતું કે, પહેલીવાર સાસણ આવવાનો મોકો મળ્યો છે, અને વનના રાજા સિંહને વિહરતા જોઈ ખૂબ જ રોમાંચ સાથે આનંદ થયો છે. ગીરના સિંહ ભારતનું ગૌરવ છે.આમિરખાનની પત્ની કિરણે રોમાંચિત બની જણાવ્યું હતું કે, રીયલ મે સાસણ કા લાયન ફોરેસ્ટકા કિંગ હી હૈ, જ્યારે આમિરખાનની પુત્રી ઈરા એ જણાવ્યું હતું કે, ગીર લાયન ઇઝ ગ્રેટ. સૂત્રો માંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા. ૨૮/૧૨/૨૦ ના રોજ અમીર ખાનની મેરેજ એનેવર્સરી હોય ત્યારે તે તેના પરિવાર સાથે સાસણ રોકાયો છે, જ્યા તેની મેરેજ એનેવર્સારી ઉજવાશે, અને આવતીકાલ મંગળવારે વહેલી સવારે સાસણથી રવાના થાય તેવું જાણવા મળી રહ્યું છે.