Abtak Media Google News

આપણે ઘણી વખત ઘરના લોકો પાસથી સાંભળ્યું હશે કે જોડી તો ઉપરવાળો જ બનાવે છે. લગ્નના લેખ તો ઉપરથી લખાઈને આવે છે પરંતુ આજના ડીજીટલના યુગમાં છોકરા-છોકરીઓ અલગ-અલગ એપ દ્વારા પોતાનો મનપસંદ જીવનસાથી પસંદ કરે છે. આપની આસપાસ આવી ઘટના બનતી જ હોય છે જ્યાં એક એપ્લીકેશનના માધ્યમથી બે લોકો લગ્ન ગ્રંથીમાં જોડાઈ છે. ત્યારે ગીર-પંથકમાં ૨ લોકો ફેસબુક દ્વારા પરિચયમાં આવ્યા અને અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડી અને બન્ને લગ્નગ્રંથીમાં જોડાયા.

ફેસબુક થકી એકબીજાના પરીચયમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરીકા સ્‍થિત યુવતી સાથે ફ્રેન્‍ડશીપ થયા બાદ વર્ચ્‍યુઅલી વાતચીતોમાં બંને વચ્‍ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી. આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રેમ પ્રકરણમાં બન્ને એક બીજા સાથે લગ્નગ્રંથીમાં પણ જોડાયા. અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્‍દુ વિધિ-રિવાજ મુજબ લગ્‍ન કરવા તાજેતરમાં અહિં આવી હરખભેર હાથમાં મહેંદી લગાવીને હિંદુ વિધિ વિધાન મુજબ લગ્‍ન પણ કર્યા હતા.

Screenshot 7 29

કહેવાય છે ને કે જો કોઈને સાચા દિલથી ચાહો તો કાયનાત એને મેળવવા માટે મદદરૂપ થઈ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરીણામી અને દાંપત્‍ય જીવન સુધી પહોંચ્‍યાનો કિસ્‍સો ગીર પંથકમાંથી સામે આવ્‍યો છે. તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહિરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્‍થ‍િત યુવતી સાથે તાજેતરમાં લગ્‍ન કર્યા છે.

Screenshot 6 33

આ વર-વધુનું નામ બલદેવ આહિર અને એલીઝાબેથ છે. બલદેવ બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્‍યાસ કર્યો છે. તેમણે 2019ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમિયાન અમેરિકા સ્‍થ‍િત એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્‍ડ રીક્વેસ્‍ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્‍ટ એકસેપ્‍ટ થતાં તેમણે મેસેન્‍જરમાં મેસેજ કર્યો હતો, જેનો રીપ્‍લાય આવતા તેઓ વચ્‍ચે સામાન્‍ય વાતચીતનો દોર શરૂ થયો હતો. દરમિયાન એક વખત બલદેવે યુવતી પાસે તેનો વોટ્સએપ નંબર માંગતા તેઓ બંનેએ એકબીજાને નંબર આપ્‍યા હતા.

બાદમાં તેઓ બંનેએ પોતાના પરીવારને વાત કરી હતી. બાદમાં એલિઝાબેથે તેમની સાથે લગ્‍ન કરવાનું નક્કી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને તેમણે સ્‍વીકારતાં પ્રથમ નિયમ મુજબ તેઓ બંનેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્‍દુ વિધિ મુજબ લગ્‍ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્‍વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્‍ન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.