Abtak Media Google News

ઉમેદવારો જાહેર કરવામાં આપ સૌથી આગળ, ત્રણ યાદીમાં કુલ 29 બેઠકો ઉપરના ઉમેદવારો જાહેર કર્યા

વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અત્યારે તૈયારીઓનો ધમધમાટ ચલાવી રહી છે. જેમાં આ પાર્ટી અન્ય પાર્ટીથી જાણે અલગ રીતે ચાલીને નવો ચિલો ચાતરી રહી હોય તેમ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે.

વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યાં.

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસે સતતઆવી રહેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાતો કરી રહ્યાં છે. તો ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી આપી રહ્યાં છે. પણ કરી છે.જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી.જે યુવાનોને નોકરી નહી મળે તેમને 3 હજાર બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. સાથે જ જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જાહેરાત કરી છે. અગાઉ આપ પાર્ટીએ 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

નવા જાહેર કરેલા ઉમેદવારના નામ

નિઝર – અરવિંદ ગામિત

માંડવી – કૈલાશ ગઢવી

દાણી લીમડા – દિનેશ કાપડિયા

ડીસા – ડો.રમેશ પટેલ

વેજલપુર – કલ્પેશ પટેલ

સાવલી – વિજય ચાવડા

ખેડબ્રહ્મા – બિપીન ગામેતી

નાંદોદ – પ્રફુલ વસાવા

પોરબંદર – જીવન જુંગી

પાટણ : લૈલેશ ઠક્કર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.