Abtak Media Google News

રાજકોટ પૂર્વમાં ચેતન કામાણી, પશ્ચિમમાં અજિત લોખીલ, દક્ષિણમાં ઇન્દ્રવીજયસિંહ રાવલ, ગ્રામ્યમાં વિજય દેસાઈને સોંપાઈ જવાબદારી

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠક ઉપર નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ તમામ નિરીક્ષકોની યાદી આપ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલ આપ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આજે આપ દ્વારા રાજ્યની તમામ 182 બેઠકો ઉપર બરાબર રીતે વ્યવસ્થા ગોઠવવા અને દેખરેખ રાખવા નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં પૂર્વમાં ચેતન કામાણી, પશ્ચિમમાં અજિત લોખીલ, દક્ષિણમાં ઇન્દ્રવીજયસિંહ રાવલ, ગ્રામ્યમાં વિજય દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જસદણમાં જનક ડાંગર, ટંકારામાં વસંતભાઈ ગોરીયા, વાંકાનેરમાં અલ્તાફ રાઉમા, ચોટીલામાં પરસોત્તમ મકવાણા, દસાડામાં ઘનશ્યામભાઈ, ધંધુકામાં કમલેશ કોટેજા, ધ્રાંગધ્રામાં પ્રદ્યુમ્નભાઈ, લીમડીમાં વિક્રમ દવે, માણાવદરમાં હમીર રામ, પોરબંદરમાં મુળુભાઈ, વિરમગામમાં મધુભાઈ, વઢવાણમાં પ્રવીણ પંચાલ, ભાવનગર પૂર્વમાં મહિપાલસિંહ જાડેજા, ભાવનગર ગ્રામ્યમાં હસમુખભાઈ દોમડીયા, ભાવનગર પશ્ચિમમાં ભરતસિંહ કોટીલા, બોટાદમાં સરદારસિંહ સોલંકી, ગઢડામાં નિકુલસિંહ ઝાલા, અમરેલીમાં અમિત રાઠોડ, ધારીમાં જગદીશભાઈ વ્યાસ, ગારીયાધારમાં ડોક્ટર ભાવેશભાઈ, લાઠીમાં નિકુંજ સાવલિયા, મહુવામાં પાંચુભાઈ, રાજુલામાં ભાવચંદ વાડીયા, સાવરકુંડલામાં કિરણબેન ઉકાણી, પાલીતાણામાં હર્ષદભાઈ ભાલીયા, તળાજામાં અશોકસિંહ ગોહિલ, દ્વારકામાં હેમંત માણેક, જામજોધપુરમાં પ્રવીણ છનિયારા, જામનગર ઉત્તરમાં રાજુદેવ સોઢા, જામનગર ગ્રામ્યમાં વશરામ આહીર, જામનગર દક્ષિણમાં પ્રદિપસિંહ વાળા, કાલાવડમાં નરેશ માતમ, ખંભાળિયામાં રામજીભાઈ પરમાર, જૂનાગઢમાં ડોક્ટર હિતેશ વઘાસિયા, કોડીનારમાં હરેશ બાલદળીયા, માંગરોળમાં ભાવેશ કટારીયા, સોમનાથમાં ડીબી સોલંકી, તાલાળામાં અતુલ શેખડા, ઉનામાં કમલેશભાઈ જેઠાભાઈ, વિસાવદરમાં કૃણાલ સોલંકી, અબડાસામાં અંકિતા ગોર, અંજારમાં સંજય બપટ, ભુજમાં જીતેન્દ્ર ઠક્કર, ગાંધીધામમાં રોહિત ગોર, માંડવીમાં જૂજરદાન ગઢવી, મોરબીમાં શિવાજી ડાંગર, રાપરમાં ટીડી દેવરીયા, ધોરાજીમાં ગોવિંદ વાલાણી, ગોંડલમાં ઇમરાન કામદાર, જેતપુરમાં પ્રવીણ પટેલ, કેશોદમાં પરેશ ગોસ્વામી, કુતિયાણામાં બાલુભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.