Abtak Media Google News

ગીર ગઢડાના કાકડી મોલી ગામના વિકલાંગ ખેડૂત પાંચ માસથી વીજ કનેક્શનથી વંચિતના અહેવાલ પ્રસિધ્ધ થતા પીજીવીસીએલ સફાળુ જાગ્યુ

 

Advertisement

અબતક,મનુ કવાડ

ગીર ગઢડા

ગીર ગઢડાના કાકડી મોલી ગામના વિકલાંગ ખેડૂત પાંચ માસથી વીજ કનેક્શનથી વંચિત છે તેવો અહેવાલ “અબતક” દૈનિકમાં પ્રસિધ્ધ થતાની સાથે જ પીજીવીસીએલ તંત્ર સફાળુ જાગ્યુ છે અને આ ખેડૂતના ખેતર સુધી વીજ પૂરવઠો પહોંચાડવા માટે કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યાં છે તો બીજી તરફ વીજ કંપની દ્વારા ખેડૂતોને સમયસર ખેતીવાડી વીજ જોડાણ પણ આપવામાં આવતું નથી. ગીર ગઢડાના કાકડી મોલી ગામના વિકલાંગ ખેડૂત છેલ્લા પાંચ માસથી વીજ કનેક્શનથી વંચિત છે તેવો અહેવાલ પ્રજાના પ્રહરી સમા સાંધ્ય દૈનિક “અબતક” પ્રસિધ્ધ કરાયા બાદ પીજીવીસીએલનું તંત્ર સફાળુ જાગ્યુ છે અને ખેડૂતના ખેતર સુધી વીજ પૂરવઠો પહોંચાડવા તંત્ર કામે લાગી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.