Abtak Media Google News

વીજ ચોરી પકડવાની ઝુંબેશ વચ્ચે પ્રિ-મોન્સુનની પણ સરાહનીય કામગીરી

250 ફીડર ઉપર 24 કલાક મેનપાવર કાર્યરત: લોકોની ફરિયાદ તુરંત સબ ડિવીઝન સુધી પહોચે અને તેનું નિવારણ આવે તે માટે કોલ સેન્ટરમાં 35 કર્મચારીઓનો સ્ટાફ રહેશે તૈનાત

રાજકોટની પ્રજાને પીજીવીસીએલની સિટી સર્કલ ઓફિસ અડરમાં આવતી સીટી ડિવિઝન વન હેઠળના 106 ફીડર,સીટી ડીવીઝન ટુની અંદરના 58 ફીડર અને સીટી ડિવિઝન થ્રિના 102 ફીડર મારફત વીજની સપ્લાય પૂરી પાડવામાં આવતી હોય છે.ત્યારે ચોમાસા સમયે પીજીવીસીએલના નેટવર્ક માં ટ્રીપિંગ થવાની સમસ્યાઓ રહેતી હોય છે. જેના કારણે લોકોની સુખાકારી અને સવલતોમાં અગવડતા પડતી હોય છે. પ્રજાના હિત માટે તેમને તમામ સવલતો મળી રહે તેવા હેતુસર ચોમાસા દરમિયાન પીજીવીસીએલ 24કલાક કટિબંધ રહે છે તેમજ પ્રિમોન્સૂન એક્ટિવિટી દ્વારા ઓછામાં ઓછી અગવડ ચોમાસા દરમિયાન લોકોને ઉભી થાય તેવી કામગીરી પ્રિમોન્સૂન એક્ટિવિટી માં કરવામાં આવે છે.

પીજીવીસીએલ દ્વારા ચોમાસા દરમિયાન ઈમરજન્સી સમયે લોકોના પ્રશ્નોને તાત્કાલિક નિવારણ લાવવા 24લોકોની કોલસેન્ટરને 35 લોકો સુધી બેસી શકે તેવી ક્ષમતા વાળી કરવામાં આવી છે. સાથોસાથ શહેરના 250 જેટલા ફીડર પર મેન પાવરને 24 કલાક કાર્યરત રાખવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. કોઈપણ સંજોગો વચ્ચે જો ડિઝાસ્ટર જેવી ગંભીર સમસ્યા ઉભી થતી હોય તો તેને પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા બહાર ના રાજ્યો ની ટીમ સાથે કોઓર્ડીનેટ કરી લેવામાં આવ્યું છે.તેઓને તાત્કાલિક ધોરણે જે તે સ્થળ પર ડિઝાસ્ટર ની તબાહી સર્જી હોય કામગીરીએ લગાવી દેવાની પણ તૈયારીઓ હાથ ધરી છે.ત્યારે ચોમાસા દરમિયાન લોકોને ઈમરજન્સી સમય તમામ સવલતો પુરી પાડવા પીજીવીસીએલ કટિબંધ છે.તે પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રજૂ કરાયો છે.

સબ ડિવિઝન પર ટ્રાન્સફોર્મર રાખવાની શરૂઆત અમારૂં નવું અભિગમ: વરુનકુમાર બરનવાલ (એમ.ડી)

પીજીવીસીએલના એમ.ડી વરુનકુમાર બરનવાલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસા માં ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સહિત તમામ લેવલ ઉપર કામગીરી શરૂ કરાતી હોય છે. સબ ડિવિઝન ઉપર બારે મહિના કામ શરૂ થાય છે. કોર્પોરેટ ઓફિસ પર અમારું ઈઓસી શરૂ છે. ત્રણ સીટ માં 24 કલાક માણસો કામ કરે છે. ડિઝાસ્ટર અને વરસાદને લગતી કામગીરી ને રાજ્યના  સાથે રહીને કરવામાં આવતી હોય છે. પૂર્વ તૈયારીઓમાં પીએસસી પોલ અગાઉથી કારટિંગ કરી સબટેશન સુધી પોહચડવામાં આવે છે. નવા અભિગમમાં ટ્રાન્સફોર્મર પણ સબ ડિવિઝન રાખવામાં આવે છે.તાત્કાલિક ધોરણે ઇમર્જન્સીમાં સબડિવિઝન થી ટ્રાન્સફોર્મરને સ્થળે પહોંચાડી શકાય. બાકી રહેતી તમામ વસ્તુઓની પુરતી તૈયારીઓ કરીને રાખેલી છે.જો વધુ ગંભીર સ્થિત સર્જાય ડિઝાસ્ટર જેવું જણાય તો તાવતે સમયે બીજા રાજ્યમાંથી બોલાવેલા લોકોનો કોન્ટેક અમારી પાસે છે તેમને પણ જરૂર પડશે તો તાત્કાલિક ધોરણે બોલાવી કામગીરી શરૂ કરી દેવાશે.

રાજ્ય સરકારના રાહત પોર્ટલમાં તમામ કામગીરી એન્ટ્રી થતી હોય છે

ડિઝાસ્ટર સમયે થતી કામગીરીને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ રાહત પોર્ટલમાં પીજીવીસીએલ દ્વારા દરેક ઇમરજન્સીની કામગીરીને એન્ટ્રી કરવામાં આવે છે. સાથોસાથ ટેકનોલોજીમાં વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અમારા ઇન્ટર્નલ ઇઆરપી મોડ્યુલરની અંદર વિવિધ મોડ્યુલરમાં રિપોર્ટિંગ અને સુપરવિઝન કરાતું હોય છે.

ગણતરીની કલાકમાં પ્રજાને વિજય પહોંચાડવાની અમારી જવાબદારી: પ્રવીણભાઈ જામરીયા

Vlcsnap 2022 06 09 10H55M02S144

પીજીવીસીએલના સિનિયર લાઇનમેન પ્રવીણભાઈ જામરીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,વીજ જતી રહી હોય તેવા સ્થળ પર પોહચતાની સાથે અમે ફોલ્ટને શોધી ત્યારબાદ ફીડર ચાલુ કરવાની પ્રક્રિયા કરી છતાં પણ ફીડર ચાલુના થાય તો વિધિવત રીતે ગેગ સ્વીચ કાપી કામગીરી શરૂ કરી છી.સ્ટડાઉન વખતે 7થી 12નો ટાઈમ રીપેરીંગ માટે નો હોય છે પરંતુ અમે ઝડપથી જ લોકો સુધી વીજ પહોંચી જાય તે માટે કામગીરી હાથ ધરતા હોય.ચોમાસામાં ઈમરજન્સી વખતે સ્થળ પર પહોંચી એલસી લઇ અડધી કલાકની અંદર લાઈટ આવી જાય તેવી કામગીરી હાથ ધરાતી હોય છે.

ઈમરજન્સી સમયે લાઈનમેન સાથેનો સતત સંપર્ક  શ્રેષ્ઠ પરિણામ આપે: હિતેશકુમાર સોલંકી

Vlcsnap 2022 06 09 10H54M06S244

પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર હિતેશકુમાર સોલંકીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,પ્રિમોન્સૂન એક્ટિવિટી પીજીવીસીએલની રેગ્યુલર પ્રવૃત્તિ છે ફેબ્રુઆરી માસ બાદ પ્રી મોન્સૂનની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે છે ઇંઝ1 સબ ડિવિઝન હેઠળ 106 ફીડર આવે છે. રોજિંદા બે ફિડરનું કામ કરવામાં આવતું હોય છે. એ જ રીતે મેનપાવર નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્સટર્નલ મેન્ટેનન્સ એક્ટિવિટી છે. એક્સટર્નલ મેઇન્ટેન્સ એક્ટિવિટીમાં બહારની સાઈડ ઝાડ લટકતા હોય તેમજ પિનનું બાઇડિંગ,જમ્પર નવા કરવાના હોય.એક્સટર્નલ પ્રવૃત્તિઓને મેઇન્ટેન્સ કરીને કામ કરવામાં આવે છે.ઇમર્જન્સીમાં ફોલલ સેન્ટર પર બેસી લાઈનમેન સાથે સતત સંપર્ક સાધી રાખી કાર્યકરોએ છે જેનું પરિણામ શ્રેષ્ઠ મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.