Abtak Media Google News

અબડાસા સમાચાર

અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું એવું તેરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામદેવપીર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પ્રથમ દિવસે ગણેશ દેવની મૂર્તિની સ્થાપના કરી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.

બીજા દિવસે સવારના પુજા અર્ચના અને સાંજે સંતવાણનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે બપોરના મહા આરતી અને રાસોત્સવ કરી ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકો  બપોર બાદ  દાદાના વિસર્જન માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાઈઓ તથા બહેનો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી તેરા રામદેવપીર યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે ખૂબ જ મહેનતથી અને પોતાના ખર્ચે અનેક ધાર્મિક કાર્યક્રમો કરતા રહે છે. જેમાં રામદેવપીર મંદીરના પુજારી શ્રી હિતેશગીરી ગુંસાઇ તથા જય દાદા તેરા વાલા ગ્રુપનું પણ સાથ અને સહકાર મળ્યો હતો.

રમેશભાઈ ભાનુશાલી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.