Abtak Media Google News
  • સુરક્ષા કારણોસર મૌલાનાને રાજકોટ જેલમાં રખાયો’તો : પાયલોટિંગ સાથે કચ્છ લઇ જવાયો

Gujarat News : જૂનાગઢમાં નશામુક્તિના નામે યીજાયેલા કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપીને કોમી વૈમનશ્ય ફેલાવનાર મૌલાના વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ ગુજરાત એટીએસએ મૌલાનાની મુંબઈથી ધરપકડ કરીને પ્રથમ એટીએસ હેડક્વાર્ટર અને ત્યારબાદ જૂનાગઢ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં અદાલતે મૌલાનાના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં મૌલાનાને ફરીવાર અદાલતમાં રજૂ કરાતા મૌલાના સહીત 3ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ મૌલાના વિરુદ્ધ કચ્છના સામખિયાળી ખાતે પણ ભડકાઉ ભાષણનો ગુન્હો નોંધાયો હોવાથી મૌલાનાને સુરક્ષા કારણોસર રાજકોટ જેલ ખાતે ભારે બંદોબસ્ત વચ્ચે લઇ આવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાયલોટિંગ સાથે કચ્છ પૂર્વ પોલીસ મૌલાનાને સામખિયાળી લઇ ગઈ હતી.

Advertisement

હવે કચ્છ પોલીસ આજે મૌલાનાને રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે. મૌલાના મુફ્તીએ સામખિયાળીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પણ બેફામ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેમાં પણ ગુન્હો નોંધાયો હતો.
મૌલાના સામે ભડકાઉ ભાષણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

બીજી બાજુ સામખિયાળી ખાતે ધાર્મિક ભાષણના બહાને ભડકાઉ ભાષણ પ્રકરણમાં પકડાયેલા આયોજકને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું. મામદખાન મોરને કોર્ટમાં રજૂ કરાતાં તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. સામખિયાળીમાં નવા બસસ્ટેશન પાછળ ગુલશને મોહંમદી ટ્રસ્ટ સંચાલિત જગ્યા પર ગત તા. 31-1ના આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહીં તકરીર નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરી મુંબઈના મૌલાના મુફતી સલમાન અઝહરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ ખારાખોડાના મામદખાન હેરમદખાન મોરએ આ કાર્યક્રમ અંગે પરવાનગી મેળવી હતી. કાર્યક્રમમાં મૌલાનાએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવાના ઈરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તથા સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરી સમાજને ગેરમાર્ગે દોરવાના ઈરાદે ભડકાઉ, ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી મામદખાન મોરની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલા શખ્સને સાથે રાખી બનાવવાળી જગ્યાએ લઈ જઈ બનાવનું રિક્ધસ્ટ્રકશન કર્યું હતું. પકડાયેલા આ શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના તા. 9-2 સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.